ડો. રાજેશ શાહને નવી દિલ્હીના ભારતમંડપમ ખાતે “સર્વશ્રેષ્ઠ શિક્ષક” નો એવોર્ડ

સર્જરી, ગાયનેકોલોજી, મેડિકો લીગલ, હેલ્થ અને હોસ્પિટલ મેનેજમેન્ટ જેવા ગહન વિષયના “સર્વશ્રેષ્ઠ શિક્ષક” નો એવોર્ડ મેળવતા ડો. પ્રો. રાજેશ શાહ
નવી દિલ્હીના ભારતમંડપમ (પ્રગતિ મેદાન) ખાતે મેડિકલ ફેર ઈન્ડિયાનું આયોજન જર્મનીની મેસે ડ્યુસેલ્ડાર્ફ, મેડિકેર એશિયા દ્વારા ૨૭-૨૯ માર્ચ ૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું હતું. વિશ્વના ૨૦ થી વધુ દેશોના ૫૫૦ જેટલા મેડિકલ ડિવાઈસ ઉત્પાદકો અને ૩૦,૦૦૦ થી વધુ હેલ્થકેર વર્કરો અને તબીબોએ ભાગ લીધો હતો.
આ મહત્ત્વપૂર્ણ ઈવેન્ટનું ઉદ્ઘાટન/દીપ પ્રાગટ્ય અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ના ભૂતપૂર્વ મેડિકલ અધિક્ષક અને સર્જન ડૉ. પ્રો. રાજેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
મેડિકલ ફેર ૨૦૨૫ દરમિયાન ૧૫મા મેડગેટ ટુડે ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાયો હતો, જેમાં સર્જરી, ગાયનેકોલોજી, મેડિકો લીગલ સાયન્સ, હેલ્થ અને હોસ્પિટલ મેનેજમેન્ટ જેવા ગહન વિષયો ના “સર્વશ્રેષ્ઠ શિક્ષક” તરીકેનો એવોર્ડ ડૉ. પ્રો. રાજેશ શાહને આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમને ૪૦ થી વધુ વર્ષોની તબીબી શિક્ષણ સેવાઓ માટે આપવામાં આવ્યો હતો.
ડૉ. પ્રો. રાજેશ શાહ હાલમાં નૂટન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વિસનગરમાં સર્જરી વિભાગના પ્રમુખ અને પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નિમિત્તે મળેલો આ એવોર્ડ તબીબી શિક્ષણ ક્ષેત્રે તેમની અદ્દભૂત યાત્રાનો સ્વીકાર અને પ્રશંસા દર્શાવે છે.