Western Times News

Gujarati News

એસએસ ઇનોવેશન્સે દક્ષિણ એશિયાની પ્રથમ મેડિકલ રોબોટિક્સ સર્જરી સિસ્ટમ લોન્ચ કરી

આરજીસીઆઇ ખાતે   18 પ્રક્રિયાઓ સાથે માનવ પાયલટ અભ્યાસ પૂર્ણ થયો ~

નવી દિલ્હી,  દાયકાઓથી સફળ રોબોટ-આસિસ્ટેડ સર્જરીથી લાખો દર્દીઓને સકારાત્મક રીતે પ્રભાવિત કર્યાં છે તેમ છતાં તેની વ્યાપક સ્તરે ઉપલબ્ધતા ઓછી છે. હાલની રોબોટિક સિસ્ટમ મોંઘી છે અને તેના પરિણામે 6  અબજથી વધુ વસતી ધરવતા વિશ્વમાં તેની ઉપલબ્ધતા ઘણી મર્યાદિત છે.

ડો. સુધીર પી શ્રીવાસ્તવ અને તેમની ટીમે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં એસએસઆઇ મંત્ર (મલ્ટી આર્મ નોવલ ટેલી રોબોટિક આસિસ્ટન્સ) સર્જિકલ રોબોટિક સિસ્ટમ લોંચ કરી હતી. આ કાર્યક્રમમાં નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત સહિત ઘણાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ડો. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, રોબોટિક્સ સર્જરીનું ભવિષ્ય ઉજળું છે. મારું વિઝન તકનીકી રૂપે એક ઉન્નત પ્રણાલીનો વિકાસ કરવાનું રહ્યું છે, જે ઓછા ખર્ચમાં સરળતા અને પ્રભાવી રૂપે ઉપયોગમાં લઇ શકાય. વધુમાં તમામ સર્જિકલ વિશેષતાઓ માટે તેને લાગુ કરી શકાય છે. આમ વિશ્વભરમાં વધુ દર્દીઓને તેનો લાભ થશે.

પારંપરિક સર્જરીની માફક રોબોટિક સર્જરીમાં મોટા ચીરા કરવામાં નથી આવતા અને પરિણામે દર્દીને સર્જરી બાદ ઓછો દુખાવો થાય છે અને તે ઝડપથી ઠીક પણ થવા લાગે છે. ડો. શ્રીવાસ્તવે એક સર્જન તરીકે પોતાની કારકિર્દીમાં 1400થી વધુ રોબોટિક કાર્ડિઆક સર્જરી કરી છે. તેમનું લક્ષ્ય એક એવી સસ્તી સર્જિકલ રોબોટિક પ્રણાલીનું નિર્માણ કરવાનું છે, જેની પહોંચ વિશ્વભરના દર્દીઓ માટે આસાન હોય અને સર્જનો માટે આ તકનીકનો ઉપયોગ પણ સરળ હોય.

તાજેતરમાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં મંત્ર પ્રણાલીનો ઉપયોગ પ્રથમવાર માનવ પાયલોટ અભ્યાસ માટે કરવામાં આવ્યો, જેમાં સર્જનોએ એક મહિનાથી પણ ઓછા સમયમાં 18 જટીલ યુરોલોજી, ગાયનેકોલોજી અને જનરલ સર્જરી પ્રક્રિયાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી.

લોંચ કાર્યક્રમમાં ઉપસ્થિત આરજીસીઆઇના મેડિકલ ડાયરેક્ટર ડો. સુધીર રાવલે કહ્યું હતું કે, એસએસ ઇનોવેશનના એન્જિનિયર્સ અને વૈજ્ઞાનિકોની સમર્પિત ટીમે છેલ્લાં કેટલાંક સમયમાં ડો. શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં સખત મહેનત કરી છે, જેથી ખર્ચ કાર્યક્ષમ રોબોટિક સર્જિકલ સિસ્ટમ વિકસિત કરી શકાય. હું આ લોંચ માટે અભિનંદન પાઠવું છું. હું પોતે ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ રહ્યો છું અને પરિણામો અદ્ભુત રહ્યાં છે.

એસએસઆઇ મંત્ર સર્જિકલ રોબોટિક પ્રણાલીનો ઉપયોગ યુરોલોજી, જનરલ સર્જરી, ગાયનેકોલોજી, થોરેસિક, કાર્ડિઆક તથા હેડ એન્ડ નેક સર્જરી સહિત તમામ પ્રમુખ સર્જિકલ વિશેષતાઓ માટે કરી શકાય છે. એસએસઆઇ મંત્ર પ્રણાલીમાં કોરોનરી બાયપાસ અન વાલ્વ સંચાલન માટે સ્વચાલિત રૂપે સક્ષમ તકનીકોને સામેલ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.