અટલબિહારી વાજપાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં ડો.વલ્લભભાઈ કથીરિયા
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈને ડો.વલ્લભભાઈ કથીરિયાએ હૃદયોક્ત શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. પ્રખર રાષ્ટ્રભક્ત, કરોડો ભારતીયોના હૃદયોસમ્રાટ, વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાના ધની, સરળ, સહજ, માયાળુ, નમ્ર શ્રી અટલજી કવિ હૃદયી યુગ પુરુષને યાદ કરી તેમના જીવન – કવનમાંથી પ્રેરણા મેળવીએ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.
અટલજીની સરકારમાં ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ શિક્ષણ પ્રધાન તરીકે નજીકથી કાર્ય કરવાનો અને માર્ગદર્શન મેળવવાનો આનંદ હજુ પણ હૃદયસ્થ છે.
સ્વર્ગસ્થ અટલજીનો દિવ્ય આત્મા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે તેમના સ્વપ્નના ભારતના નિર્માણમાં વ્યસ્ત છે, ત્યારે ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી અનુભવેતો હશે. આવો ! આપણે સૌ રાષ્ટ્ર – સમાજ પ્રત્યેના નાગરિક કર્તવ્ય માટે સંકલ્પ બધ્ધ બનીએ !