Western Times News

Gujarati News

નિકોલમાં રહેતા પ્રૌઢનું અમરેલીના દીતલા ગામે નદીમાં ડૂબી જતાં મોત

પ્રતિકાત્મક

દીતલા ગામે રહેતા રમણીકભાઈ પ્રાગજીભાઈ હીરપરા (ઉ.વ.૬૫)એ જાહેર કર્યા મુજબ, હાલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એપ્પલ રેસીડેન્સીમાં રહેતા અને મૂળ દીતલા ગામના બાબુભાઈ જેઠાભાઈ હીરપરા (ઉ.વ.૬૫) શેલ નદીના કાંઠે હાથપગ ધોવા જતાં અકસ્માતે નદીના વેણમાં પડી ડૂબી જતાં મરણ પામ્યા હતા.

ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એ.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રહેતા પ્રશાંતભાઈ ભુપતભાઈ ગરણીયા (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, અમરેલીમાં રહેતા ગીતાબેન કરશનભાઈ બોદરે અગમ્ય કારણોસર પોતાના ઘરે કૂદકો મારતાં ગંભીર ઈજા પહોંચી હતી.

અમરેલી જિલ્લામાં અકસ્માતે મોતની ચાર ઘટના બની હતી. ધારીના ગોપાલગ્રામમાં રહેતા વિઠ્ઠલભાઈ ગોકળભાઈ કાલાણી (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની દયાબેન વિઠ્ઠલભાઈ કાલાણી છેલ્લા પાંચ વર્ષથી માથા તથા શરીરના દુઃખાવાની બીમારીથી કંટાળી જઈ પોતાની મેળે ઝેરી દવા પીતા મરણ પામ્યા હતા.

જેનું સારવારમાં મોત થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એન.બી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે. નાના માચીયાળા ગામે વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મોર કુંદીયા ગામના રાકેશ જાલમસિંગ ભુરીયાએ જાહેર કર્યા મુજબ, લીલાબેન કેનસિંગભાઈ ભુરીયા (ઉ.વ.૨૦)એ વાડીએ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.