DRI વિભાગે ભારતમાં પ્રતિબંધિત સિગારેટ ઝડપી
૨૦ કરોડથી વધુની ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો
આ વસ્તુઓની બજારમાં ખૂબ જ માંગ હોવાને લઈને કેટલાક તત્વો આ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર કરતા હોય છે
સુરત,સુરત બીઆરઆઇ વિભાગ તરફથી રાજ્યમાં એક મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ચાઇનાથી મુંબઈ ખાતે જતી સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ભારતમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરતા હોવાની વિગતોના આધારે પોલીસે દરોડાં કરી ૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભારત સરકાર દ્વારા ઘણી બધી વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાેકે, આ વસ્તુઓની બજારમાં ખૂબ જ માંગ હોવાને લઈને કેટલાક તત્વો આ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર કરતા હોય છે. ભારતના ઇ સિગારેટ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ આ સિગારેટની સૌથી વધુ માંગવાને લઈને અમુક અસામાજિક તત્વો આ જથ્થો ભારતમાં લાવીને વેચાણ કરતા હોય છે. સુરતમાં ડીઆરઆઈ વિભાગ દ્વારા ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
ડી.આર.આઈ વિભાગે સુરતમાંથી ૨૦ કરોડની સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. સચિન હાઇવે પરથી ઝડપી પાડવામાં આવેલો જથ્થો એક ટેન્કરમાં આવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ડી.આર.આઇ વિભાગ તરફથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ઝડપી પાડવામાં આવેલો જથ્થો ચીનથી મુંબઈ ખાતે લઈ જવામાં આવતો હતો. ઇ સિગારેટ મોટો જથ્થો આવવાની વિગતોના આધારે ડીઆરઆઇ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ પ્રકારનો સૌથી મોટો જથ્થો ડીઆરઆઇ વિભાગ તરફથી ઝડપા પાડવામાં આવ્યો છે.
આ જથ્થાઓ કોણે મંગાવ્યો હતો? જથ્થો કોને કોને સપ્લાય કરવાનો હતો? તે દિશામાં ડી.આર.આઇ વિભાગ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મોટા ખુલાસા થાય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ડીઆરઆઈ વિભાગ દ્વારા ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ઇ-સિગારેટને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.ss1