DRIએ ઉમરગામમાં મેફેડ્રોન ફેક્ટરીનો પર્દાફાશ કર્યોઃ ત્રણની ધરપકડ
(પ્રતિનિધિ) વલસાડ, ડીઆરઆઈ સુરત અને વાપીની સંયુક્ત ટીમોએ ઉમરગામની જીઆઇડીસીમાં દહેરીમાં આવેલ એક કંપનીમાંથી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરી રૂપિયા ૨૫ કરોડનું ૧૭.૩૩૦ કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણની અટકાયત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુજરાત રાજ્યના બોર્ડર ઉપર આવેલું તેમજ મહારાષ્ટ્રને જોડતું
ઉમરગામની જીઆઇડીસીના દેહરી અને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.પ્રાપ્ત મળતી માહિતી મુજબ તા. ૮- ૧૦-૨૦૨૪ ને મંગળવારના રોજ ડીઆરઆઈની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉમરગામ તાલુકાના ડેહરી ખાતે આવેલ એક કંપનીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરાઈ રહ્યું છે જેને જેને લઇ સુરત અને વાપી ડીઆરઆઈની ટીમે બાતમીવાળા સ્થળે વોચ રાખી હતી
અને મેસર્સ સૌરવ ક્રિએશન્સ નામની કંપનીમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન કંપનીમાંથી ૧૭.૩૩૦ કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેને ડીઆરઆઈની ટીમે તાત્કાલિક વલસાડની ફોરેન્સિક સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાં મળી આવેલા શંકાસ્પદ સાયકોટ્રોપિક પદાર્થમાં મેફેડ્રોન હોવાની પુષ્ટિ કરી હતી.
આ ફેક્ટરીમાંથી પ્રવાહી સ્વરૂપે કુલ – ૧૭.૩૩૦ કિલો મેફેડ્રોન મળી આવ્યો હતો. જેને કારણે કંપનીમાં – રહેલા સુપરવાઇઝર વિક્રાંત વિજયભાઈ પટેલ ઉંમર વર્ષ ૪૪ રહે ડેહરી કામરવાડ ઉમરગામ, કલ્પેશ પીતાંબરભાઈ ડોડીયા ઉંમર વર્ષ ૪૫ રહે નીલકંઠ રો-હાઉસ લિંક રોડ
ભરૂચ અંકલેશ્વર અને અજયકુમાર મોહનતો ઉંમર વર્ષ ૪૧ રહે ડાભેલની દિવ્ય જ્યોત સ્કૂલ સામે આવેલ અમરતભાઈની બિલ્ડીંગના રૂમ નંબર પાંચમાં રહે છે અને મૂળ બિહારના વતની છે. જેઓની અટકાયત કરી બીઆરઆઈની ટીમ દ્વારા તેની સામે ગુનો દાખલ કર્યો હતો અને નામદાર કોર્ટમાં રજૂ કરતા ૧૧ તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે.