દિવસે દારૂ પીવો ગુનો નથીઃ મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી
મોટર અકસ્માતમાં સામેલ વ્યક્તિને તેના લોહીમાં આલ્કોહોલની ટકાવારીનું મૂલ્યાંકન કર્યા વિના દોષી ઠેરવી શકાય નહીં
(એજન્સી) નવીદિલ્હી, મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે દિવસ દરમિયાન દારૂ પીવો એ ગુનો નથી અને મોટર અકસ્માતમાં સામેલ વ્યક્તિને તેના લોહીમાં આલ્કોહોલની ટકાવારીનું મૂલ્યાંકન કર્યા વિના દોષી ઠેરવી શકાય નહીં. ૧૬ એપ્રિલના રોજ પસાર કરાયેલા આદેશમાં, ન્યાયમૂર્તિ એન આનંદ વેંકટેશે તામિલનાડુના પેરામ્બલુર જિલ્લાના રહેવાસીને આપવામાં આવેલા વળતરમાં વધારો કર્યો હતો,
જે ૨૦૧૬ માં માર્ગ અકસ્માતમાં સામેલ હતો. મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ સરકારને નિર્દેશ આપ્યો છે કે તે તમામ હોસ્પિટલોને અકસ્માતોમાં મૃતક/ઈજાગ્રસ્તોના લોહીના આલ્કોહોલના સ્તરનું મૂલ્યાંકન કરવા જણાવે, જેથી આવા કિસ્સાઓમાં દાવેદાર સામે બેદરકારી નક્કી કરી શકાય.
જસ્ટિસ એન. આનંદ વેંકટેશે દાવેદારને રૂ. ૧.૫૩ લાખનું વળતર આપવાના આદેશમાં ફેરફાર કર્યો અને વળતરની રકમ વધારીને રૂ. ૩.૫૩ લાખ કરવાનો નિર્દેશ આપ્યો. વાસ્તવમાં, પેરામ્બલુરમાં મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ એ હાલના કેસમાં અરજદાર રમેશને ૩ લાખથી વધુ વળતરનો આદેશ આપ્યો હતો, પરંતુ ટ્રિબ્યુનલે તેની સામે ૫૦ ટકા બેદરકારીનો આરોપ લગાવીને વળતરમાંથી પ્રમાણસર રકમ કાપી નાખી હતી.
આ પછી દાવેદારે હાલની અરજી દાખલ કરી હતી. ન્યાયાધીશે કહ્યું કે અકસ્માત રજિસ્ટરમાં અને ડૉક્ટરના પુરાવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાવેદારને દારૂની ગંધ આવી હતી. ટ્રિબ્યુનલે એવું પણ જણાવ્યું હતું કે દારૂના પ્રભાવ અને લારીથી સુરક્ષિત અંતર જાળવવામાં નિષ્ફળતાને કારણે ટુ-વ્હીલર લારીના પાછળના ભાગ સાથે અથડાયું હતું.
હાઈકોર્ટે એમ પણ કહ્યું કે તેના અનુસાર દારૂ પીવો ગુનો નથી. હાઈકોર્ટે કહ્યું કે હકીકતમાં, રાજ્ય સ્વ-સંચાલિત ૈંસ્હ્લન્ દુકાનો દ્વારા નાગરિકોને દારૂનો એક માત્ર પ્રદાતા છે. આ જોતાં દારૂ પીવાના પરિણામોની કાળજી લેવાની એકમાત્ર જવાબદારી રાજ્ય સરકારની છે. હાઈકોર્ટે તમિલનાડુ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રિન્સિપલ સેક્રેટરીને બ્લડ આલ્કોહોલના સ્તરના મૂલ્યાંકન અંગે તમામ હોસ્પિટલોને પરિપત્ર જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ન્યાયાધીશે કહ્યું છે કે આ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવશે કારણ કે ડ્રાઇવરો દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. જો કે રાજ્ય સરકાર ઓચિંતી તપાસ હાથ ધરવા માટે પગલાં લઈ રહી છે, પરંતુ આ સમસ્યા જાતે જ હલ થઈ જશે નહીં, પરંતુ ઓછામાં ઓછા અકસ્માતો થાય તેવા કિસ્સામાં લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ માપવાનું ફરજિયાત બનાવવું પડશે.