લો બોલો હવે વધુ પડતું દૂધ પીવું પણ નુકસાનકારક : રિપોર્ટ
નવી દિલ્હી, દૂધ પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. દૂધ બાળકોની સાથોસાથ યુવાન અને વૃદ્ધો માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. પ્રતિદિન એક ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં કેલ્શિયમ, વિટામીન ડીની ઉણપ થતી નથી. તેનાથી હાડકાં અને દાંત પણ મજબૂત રહે છે. દૂધમાં રહેલા કેલ્શિયમ, વિટામિન ડી સિવાય પણ ઘણાં પોષક તત્વ હાજર હોય છે. Drinking too much milk is also harmful: Report
જેમકે, એનર્જી, ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમસ, વિટામિન્સ, ઝિંક વગેરે. તે શરીરમાં કોઈને કોઈ પ્રકારે ફાયદો પહોંચાડે છે. જાેકે, ઘણાં લોકોને લેક્ટોઝ ઈન્ટોરલેન્સ હોવાને કારણે દૂધથી એલર્જી હોય છે. તે જલ્દી દૂધ પચાવી નથી શકતાં. વળી, અમુક લોકોને દૂધ પીવાનું પસંદ હોય છે.તેઓ એક દિવસમાં ત્રણ-ચાર ગ્લાસ દૂધ પીવે છે.
શું તમે જાણો છો કે, વધારે દૂધ પીવાનું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે.
ચાલો જાણીએ કે, વધારે પડતું દૂધ પીવાથી સ્વાસ્થ્યને કયાં પ્રકારનાં નુકસાન થઈ શકે છે. નાનપણથી જ બાળકોને દૂધ પીવડાવવાની સલાહ એક્સપર્ટ દ્વારા આપવામાં આવે છે. કારણકે, દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. શરીરમાં કેલ્શિયમ, વિટામિન ડીની ઉણપ રહેતી નથી. બેશક, દૂધ સ્વાસ્થ્ય માટે આવશ્યક પીણું છે અને તેનાથી ઘણાં ફાયદા થાય છે.
પરંતુ, તેનું એક દિવસમાં વધારે પડતું સેવન કરવાથી અમુક નુકસાન પણ થાય છે. હેલ્થશૉટ્સમાં છપાયેલા એક ખબર અનુસાર, મહિલાઓ એક દિવસમાં ત્રણ અથવા વધારે ગ્લાસ દૂધનું સેવન કરે છે તો તેને કાર્ડિયોવેસ્કુલર ડિઝીઝ હોવાનું રિસ્ક વધી શકે છે. એટલું જ નહીં, તેનાથી ૪૪ ટકા સુધી કેન્સરનું રિસ્ક પણ વધી શકે છે.
અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, લગભગ ૬૫ ટકા પુખ્ત વયના લોકોમાં લેક્ટોઝ ઈંટોલરેન્સની સમસ્યા હોય છે. તેનું મુખ્ય લક્ષણ ઉબકા આવવું છે અને વધારે ગંભીર મામલે ઉલ્ટી પણ થઈ શકે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તમે દૂધ પીવો છો અથવા પછી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરે છે. તેમાં દૂધ, આઈસ્ક્રીમ, ચીઝ વગેરે ફૂડ્સ સામેલ કરી શકે છે. તેમાં લેક્ટોઝ હોય છે. વધુ દૂધ પીવાથી પેટનું ફૂલવું અને પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.
જ્યારે તમે વધુ દૂધ પીઓ છો ત્યારે પેટનું ફૂલવું, ખેંચાણ, ઝાડા વગેરે થઈ શકે છે. જાે તમને લેક્ટોઝ ઈંટોલરેન્સ હોય તો શરીર લેક્ટોઝને યોગ્ય રીતે તોડી શકતું નથી. આ ડાઈજેસ્ટિવ સિસ્ટમમાં ઘૂમતા રહે છે, જે પેટમાં હાજર બેક્ટેરિયા દ્વારા તૂટે છે. આ કારણે ગેસ અને પાચન સંબંધિત અન્ય પણ સમસ્યા થઈ શકે છે.
કેટલાક લોકોમાં વધુ દૂધ પીવાથી ખીલ અને પિમ્પલ્સની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને, મલાઈ જેવું દૂધ ખીલને વધારી શકે છે. આજકાલ ઉપલબ્ધ દૂધમાં દૂધ-ઉત્પાદનનું નિયમન કરતા હોર્મોન્સ હોય છે, જે ઇન્સ્યુલિનના નિયમનમાં ખલેલને કારણે ખીલ અને પિમ્પલ્સનું કારણ બને છે. સ્કિમ્ડ દૂધ ખીલને વધારી શકે છે.
આવી સ્થિતિમાં, સંપૂર્ણ ચરબીવાળી ગાયનું દૂધ પીવો, જેમાં સામાન્ય રીતે કોઈ હોર્મોન્સનું ઇન્જેક્શન થતું નથી. જાે તમને લેક્ટોઝ ઈંટોલરેન્સ છે તો તમે દૂધ અથવા તેનાથી બનેલી ચીજ વસ્તુઓનું સેવન કરશો તો સ્કીન એલર્જી, આંખોમાં પાણી આવવું, ત્વચામાં ખંજવાળ, પેટમાં ખેંચાણ જેવી સમસ્યા થઈ શકે છે. જાે તમને દૂધની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે તેના વિકલ્પમાં ચીઝ, છાશ વગેરેનો ઉપયોગ કરી શકો છો.SS1MS