સાસુ પૂજા દેઓલ સાથે દેખાયું દ્રિશા આચાર્યનું બોન્ડિગ
મુંબઈ, સની દેઓલના દીકરા કરણ દેઓલે હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. મુંબઈમાં ૧૮ જૂને કરણ અને દ્રિશાના લગ્ન યોજાયા હતા. જેમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન પહેલી પ્રી-વેડિંગ ફંક્શન જેવા કે મહેંદી, સંગીત, સગાઈ વગેરે યોજવામાં આવ્યા હતા.
હવે કરણના લગ્નની તસવીરો સામે આવી રહી છે. જેમાં સની દેઓલની પત્ની પૂજાને જાેઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. દ્રિશાની મમ્મી ચીમૂ આચાર્યએ પ્રી-વેડિંગ ફંક્શનની તસવીર શેર કરી છે જેમાં દ્રિશા અને પૂજા દેઓલ વચ્ચેનું બોન્ડ જાેવા મળે છે. ચીમૂ આચાર્યએ સગાઈની તસવીર શેર કરી છે જેમાં પૂજા અને દ્રિશા સાથે બેઠેલા જાેવા મળે છે. બંને એકસાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આ સિવાય દ્રિશાની મહેંદી અને હલ્દી સેરેમનીના વિડીયો પણ સામે આવ્યા છે.
ફેન્સ પૂજા અને દ્રિશાને સાથે જાેઈને વખાણ કરતાં થાકી નથી રહ્યા. ફેન્સે તેમને સૌથી સારી સાસુ-વહુની જાેડી ગણાવી હતી. કરણ દેઓલે દ્રિશા સાથેના રિસેપ્શનના ફોટોશૂટની તસવીરો શેર કરીને તેનું પરિવારમાં સ્વાગત કર્યું છે. કરણ દેઓલે ફોટો શેર કરતાં લખ્યું, “પ્રેમ, મિત્રતા, બોન્ડ અને વૃદ્ધિની સુંદર જર્નીની શરૂઆત થઈ છે. મારા જીવનમાં મારી પત્ની તરીકે આવવા માટે આભાર.” સની દેઓલે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, “સુંદર જિંદગી બનાવો અને જીવો.”
કાકા બોબી દેઓલે પણ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી છે. કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય બાળપણના મિત્રો છે. દ્રિશા આચાર્ય છૈં એક્સપર્ટ છે. જ્યારે કરણ દેઓલ પિતા, દાદા અને કાકાના પગલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો છે. કરણ દેઓલે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું ડાયરેક્શન તેના પિતા સની દેઓલે કર્યું હતું. હવે કરણ દેઓલ ફિલ્મ ‘અપને ૨’માં જાેવા મળશે.SS1MS