દ્રશ્યમ ૨ની એક્ટ્રેસ ઈશિતા દત્તાએ દીકરાને જન્મ આપ્યો

મુંબઈ, દ્રશ્યમ ૨ની એક્ટ્રેસ ઈશિતા દત્તા અને તેના પતિ વત્સલ શેઠ દીકરાના પેરેન્ટ્સ બની ગયા છે. ઈશિતાએ ૧૯ જુલાઈના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. આજે એટલે કે શુક્રવારે ઈશિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ઈશિતા દત્તા અને વત્સલ શેઠ શુક્રવારે બપોરે તેમના દીકરાને હોસ્પિટલમાંથી લઈને નીકળતા જાેવા મળ્યા હતા. મુંબઈમાં વરસાદ પડી રહ્યો હોવાથી કપલની ગાડી છેક હોસ્પિટલના ગેટ સુધી લાવી દેવાઈ હતી. Drishyam 2 actress Ishita Dutta gave birth to a son
ઈશિતા અને વત્સલ મીડિયાના ફોટોગ્રાફર્સની આગળ પોઝ આપવા રોકાયા વિના દીકરાને લઈને રવાના થયા હતા. વત્સલે દીકરાને છાતીસરસો ચાંપીને રાખ્યો હતો. વત્સલ અને ઈશિતાના ચહેરા પર તેમના દીકરાને ઘરે લઈ જવાની ખુશી દેખાઈ રહી હતી. ઈશિતા અને વત્સલ એકદમ કેઝયુઅલ લૂકમાં જાેવા મળ્યા હતા.
દીકરાનો ચહેરો ના દેખાય તેનું ધ્યાન વત્સલે રાખ્યું હતું. એક દિવસ અગાઉ જ દીકરાના જન્મના સમાચાર વહેંચતા વત્સલે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. વત્સલે શેર કરેલી તસવીરમાં ઈશિતા હોસ્પિટલના બેડમાં જાેવા મળે છે અને તેણે ખોળામાં પોતાના દીકરાને રાખ્યો છે. જ્યારે વત્સલ તે બંનેની પાસે ઊભેલો જાેવા મળે છે. આ તસવીર શેર કરતાં વત્સલે લખ્યું, અમે. અમારા ત્યાં દીકરાનો જન્મ થયો છે. શુભેચ્છાઓ આપવા માટે સૌનો આભાર.
ઉલ્લેખનીય છે કે, ઈશિતા અને વત્સલે ૨૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ લગ્ન કર્યા હતા. કપલનું આ પહેલું સંતાન છે. ઈશિતા અને વત્સલ ટીવી શો ‘રિશ્તોં કા સૌદાગરઃ બાઝીગર’ના સેટ પર પ્રેમમાં પડ્યા હતા.
ઈશિતા અને વત્સલે ૩૧ માર્ચના રોજ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. અગાઉ વત્સલે કહ્યું હતું કે તેણે નક્કી કર્યું હતું કે કરિયરમાં યોગ્ય રીતે સેટ થયા પછી જ તે અને ઈશિતા બેબી પ્લાનિંગ કરશે. એટલે જ લગ્નના પાંચ વર્ષ બાદ કપલ પેરેન્ટ્સ બન્યું છે. મહત્વનું છે કે, મે મહિનામાં ઈશિતા અને વત્સલ નવા ઘરમાં શિફ્ટ થયા હતા. તેમણે નવા ઘરમાં પૂજા રાખી હતી. જેની તસવીરો અને વિડીયો ખૂબ વાયરલ થયા હતા.SS1MS