હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા માટે ડ્રાઈવર બદલી નાખ્યો

રાજકોટ, રાજકોટ હિટ એન્ડ રન કેસમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
૨૧મી માર્ચે ન્યારી ડેમ રોડ પર ૧૮ વર્ષીય એક્ટિવાચાલક યુવકને પૂરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો. જેની હાલત હજુ સુધી ગંભીર છે. ૧૮ વર્ષનો પરાગ ગોહિલ આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નબીરાઓએ તેને કાર વડે ફંગોળી નાખ્યો હતો અને પછીથી ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ સાથે સેટિંગ પાડીને તેમણે ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
આ મામલે પોલીસને લેખિત ફરિયાદમાં જણાવી દેવાયું છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેના પરથી પીડિત પરિવારે રાજકોટ પોલીસ પર સેટિંગ કરીને આ ઘટનાને અંજામ અપાયાનો દાવો કરવામાં આવ્યો છે.SS1MS