Western Times News

Gujarati News

પીપલગ ચોકડી પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ નજીકની પીપલગ ચોકડી પાસે આજે બપોરના હાઇવે રોડ પર પુરપાટ પસાર થતી એક કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ચાલકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્યને ઇજા થઈ હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ મહેમદાવાદના વાંઠવાડી ગામના ધર્મેશ પટેલ અને નિકુંજ પટેલ આજે બપોરના સમયે કાર નંબર જી જે ૦૭ ડી એ ૮૯૩૬ માં કામ અર્થે વડોદરા જતા હતા આ સમયે કાર ધર્મેશ પટેલ હંકારતો હતો કાર અમદાવાદ વડોદરા હાઇવે નંબર ૪૪ પર નડિયાદ નજીકની પીપલગ ચોકડી નજીક પુર પાટ પસાર થતી હતી ત્યારે પુરપાટ પસાર થતી કાર હાઇવે રોડ ડીવાઇડર સાથે ધડાકા ભૈર અથડાઈ હતી.

જેને લઇ શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાથી કાર ચાલક ધર્મેશ પટેલ ઉંમર વર્ષ ૩૦ નું કમ કમાટી ભર્યું મૃત્યુ નિપજયું હતું જ્યારે કારમાં સવાર નિકુંજ પટેલને શરીરે વધતી ઓછી ઇજાઓ પહોંચવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દરમિયાન નડિયાદ પશ્ચિમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.