Western Times News

Gujarati News

જર્મનીમાં ડ્રાઈવરે ભીડ પર કાર ચડાવી દીધી, એકનું મોત

બર્લિન, પશ્ચિમ જર્મનીના મેનહેઈમ શહેરના ગીચ બજારમાં બેફામ ગતિએ કાર હંકારી ચાલકે ભીડને કચડી નાખવા પ્રયાસ કર્યાે હતો. કારની ટક્કરથી અનેક લોકો ઘાયલ થયા હતા અને એકનું મોત થયુ હતું.

પોલીસે હત્યારા કારચાલકને ઝડપી લીધો હતો. આ સાથે લોકોને ગીચ વસતી અથવા બજારોથી દૂર રહેવા અને પોતાના ઘરમાં જ રહેવા સૂચના આપી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ચાલકે પોતાની કારને મેનહેઈમની પેરાડેપ્લાટ્‌ઝ ગલીમાં ઘૂસાડી હતી. ગલીમાં અનેક લોકો હાજર હતા અને ચાલકે ભીડ પર કાર ચડાવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતું. અન્ય લોકોને ઈજા થઈ હતી, પરંતુ કેટલા લોકોને ઈજા થઈ અને કેટલા ગંભીર છે? તે બાબતની જાણકારી બહાર આવી નથી. પોલીસે આ મામલે એક હુમલાખોરની ધરપકડ કરી છે.

તેની સાથે અન્ય હુમલાખોરો પણ સંકળાયેલા હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. કાર ચાલકના હિચકારા હુમલા બાદ સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો છે અને હેલિકોપ્ટર પેટ્રોલિંગ પણ શરૂ થયું છે.

પોલીસે અકસ્માત સર્જનારી કાળા રંગની કારને જપ્ત કરી છે. પોલીસે આ હુમલા સાથે સંકળાયેલા લોકોને ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરી છે અને સ્થાનિક લોકોને પોતાના ઘરમાં રહેવા સૂચના આપી છે. જર્મનીના ળેન્કફર્ટ નજીક આવેલા મેનહેઈમ શહેરમાં ૩૦૦૦૦૦ લોકો વસવાટ કરે છે.

સ્થાનિક સમય પ્રમાણે બપોરે ૧૨.૧૫ કલાકે આ ઘટના બની હતી. શહેરમાં આ પ્રકારના અન્ય હુમલાનું જોખમ જણાતા પોલીસે સાવચેતી વધારી છે. હુમલાખોર સાથે સંકળાયેલા અન્ય લોકોને શોધવા ઠેર-ઠેર તપાસ ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.