Western Times News

Gujarati News

રૂ.ર૦૦ ફી ચુકવી ઘરે બેઠા ડ્રાઈવીંગ લાઈસન્સમાં હવે સુધારા કરી શકાશે

અત્યાર સુધી જન્મતારીખમાં ભુલ હોય તો આરટીઓ જવું પડતું હતું -મોટર વ્હીકલ રૂલ – ૪માં ફેરફાર કરી લોકો માટે સુવિધા કરાઈ

(એજન્સી)વડોદરા, પ્રાદેશીક વાહન વ્યવહાર ગુજરાત રાજયની તમામ કચેરીઓમાં હવે સેન્ટ્રલ મોટરવ્હીલક રૂલ ૪ અંતર્ગત ઓનલાઈન માધ્યમથી ડ્રાઈવીગ લાઈસન્સમાં સુધારો કરી શકાશે. એટલે કે અરજદાર ઘરે બેઠા ઓનલાઈન ડ્રાઈવીગ લાઈસન્સમાં સુધારો કરી ઘેર બેઠા જ ર૦૦ રૂપિયા ફી ચુકવી લાઈસન્સ મેળવી શકશે.

તેના માટે હવે આરટીઓ કચેરીએ ધકકા ખાવાની જરૂર નહી પડે. ઉલ્લેખનીય છેકે અત્યાર સુધી અરજદારોએ જો ડ્રાઈવીગ લાઈસન્સ જન્મ તારીખમાં ભુલ હોય તો આરટીઓ કચેરી ખાતે રૂબરૂ જરૂરરી ડોકયુમેન્ટ સાથે જવું પડતું હતું. જે હવે ઓનલાઈન સુવિધા શરૂ થવાથી અરજદારોને સરળતા રહેશે. તેમજ વડોદરા સહીત રાજયમાં પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી ખાતે મોટાભાગની સેવાઓ ફેસલે કરી દેવામાં આવી છે. તો કેટલીક સેવાઓ માટે હજુ પણ આરટીઓઅ કચેરી ખાતે રૂબરૂ જવું પડતું હોયછે.

ફેસલેસ પ્રક્રિયાના ભાગરૂપે આરટીઓઅ દ્વારા ઘરે બેઠા આ પ્રકારના સુધારા કરી શકાય છે. રાજયના પરીવહન વિભાગ દ્વારા અઠવાડીયા પહેલા આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેથી લોકોને સારી સુવિધા મળશે.

આ ૧૪ સ્ટેપમાં તમે સુધારો કરી શકશો
પરીવહન વેબસાઈટ ઓપન કરો- ઓનલાઈન સર્વસ પર કિલક કરો ડ્રાઈવીગ લાઈસન્સ રીલેટ સર્વસ પર કિલક કરો રાજયની પસંદગી કરો ડ્રાઈવીગ લાઈસન્સ સર્વસ પર કિલક કરો.

ડ્રાઈવીગ લાઈન્સ નંબર જન્મતારીખ અને કેપ્ચા ઉમેરો ફેસલેસ સર્વીસ માટે આધારે નંબર દાખલ કરો ચેન્જ ઓફ ડેટ ઓફ બર્થ ઈન ડ્રાઈવીગ લાઈસન્સ સીલેકટ કરો ડોકયુમેન્ટ અપલોડ કરો. ફોટો અને સીગ્નેચર અપલોડ કરો. ફી પેમેન્ટમાં ર૦૦ રૂપિયાનું પેમેન્ટ કરો. સ્કુટીની એપ્રુવ બાય આરટીઓ પ્રિશ્રન્ટ એન્ડ ડીસ્પેચ્ડ ડ્રાઈવીગ લાઈસન્સ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.