પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર DRM ચેમ્પિયનશિપનો શુભારંભ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ અસોસીએશન (ADSA) દ્વારા ડીઆરએમ ચેમ્પિયનશિપ નું આયોજન 25 ઓક્ટોબર થી 9 નવેમ્બર 2023 સુધી કરવામાં આવશે. આ કાર્યક્રમ ની શરૂઆત અસોસીએશન ના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવામાં આવી.
આ રમત પ્રતિયોગિતા ના વિશે અસોસીએશન ના સચિવ અને વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર, શ્રી અભિષેક કુમાર સિંહ એ માહિતી આપી હતી કે અમદાવાદ મંડળ આ વર્ષે 2023-24 માં આયોજીત ડીઆરએમ ચેમ્પિયનશિપ કુલ 10 ઇવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ, શતરંજ, એટલેટીક્સ, સ્વિમિંગ અને ટગ ઓફ વોર જેવા લોકપ્રિય રમતોનો સમાવેશ થાય છે
આ પ્રતિયોગીતા મા કુલ 16 ટીમો દ્વારા ભાગ લેવામાં આવી રહ્યો છે, જેમાં તમામ વિભાગોની ટીમો કારખાના, સાબરમતી, સ્ટોર, નિર્માણ વિભાગ અને ગાંધીધામ એરીયા મેનેજર ટીમનો સમાવેશ થાય છે
ડીઆરએમ ચેમ્પિયનશિપ ખેલાડીઓને રમતગમત તરફ આગળ લઈ જવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. શારીરિક તંદુરસ્તી માટે રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે.