ડ્રોન ડેસ્ટિનેશનનો IPO 7મી જુલાઈના રોજ ખુલશે
ડ્રોન ડેસ્ટિનેશન લિમિટેડ, જે એક ડ્રોન-એઝ-એ-સર્વિસ (DAAS) પ્રદાતા કંપની અને ડ્રોન નિયમો 2021 હેઠળ ભારતની પ્રથમ DGCA-અધિકૃત ડ્રોન તાલીમ સંસ્થા છે તે રૂ. 10 ના ફેસ વેલ્યુ ધરાવતા 68,00,000 ઇક્વિટી શેર માટે તેનો આઈપીઓ લાવી રહી છે.
ઇક્વિટી શેર દીઠ રોકડ ભાવ રૂ. 62 થી રૂ. 65 નો હશે, જે થી નીચલા પ્રાઇસ બેન્ડ પર રૂ. 421.6 મિલિયન અને ઉપલા પ્રાઇસ બેન્ડ પર રૂ. 442 મિલિયન એકત્રિત કરશે. 68,00,000 ઇક્વિટી શેર માંથી, 5,00,000 ઇક્વિટી શેર માર્કેટ મેકર દ્વારા સબસ્ક્રિપ્શન માટે અનામત રાખવામાં આવશે. બાકીના 63,00,000 ઇક્વિટી શેર નો “નેટ ઇશ્યુ” બનશે.
ઈશ્યુ અને નેટ ઈશ્યુ કંપનીની ઈશ્યુ પછીની પેઈડ અપ ઈક્વિટી શેર મૂડીના અનુક્રમે 27.98% અને 25.93% નો હિસ્સો થશે. ઈશ્યુ 6 જુલાઈ ના રોજ એન્કર માટે અને 7 જુલાઈએ અન્ય લોકો માટે ખુલશે. ઇશ્યૂ13 જુલાઈએ બંધ થશે. કંપનીના શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર નાર્નોલિયા ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ છે અને ઇશ્યૂના રજિસ્ટ્રાર માશિતલા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે.
ઈશ્યુના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે:
1. નવા ડ્રોન અને એસેસરીઝની ખરીદી
2. 100 મારુતિ EECO (5 સીટર) ની ખરીદી
3. મૂડી ખર્ચની જરૂરિયાતને પહોંચી વળવા
4. કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા
5. સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
6. ઈશ્યુના ખર્ચને પહોંચી વળવા
ડ્રોન ડેસ્ટિનેશન લિમિટેડે તેના ભાગીદારો IGRUA, જે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના ભારતના સૌથી મોટા FTO (ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈસેશન) છે, તેની સાથે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં DGCA-પ્રમાણિત ડ્રોન પાઇલટ્સને તાલીમ આપી છે.
કંપનીને 350 વર્ષથી વધુના કુલ અનુભવ સાથે ઉડ્ડયન અને ટેકનોલોજી નિષ્ણાતોની સારી અનુભવી ટીમનું સમર્થન છે. કંપનીના તાલીમ કેન્દ્રો સમગ્ર ભારતમાં 10 સ્થળોએ સ્થિત છે – ગુરુગ્રામ, બેંગ્લોર, કોઈમ્બતુર, ચંદીગઢ, અમદાવાદ, ફુલપુર, ધર્મશાલા, ગ્વાલિયર અને મદુરાઈ, તેમજ નવી દિલ્હી ખાતે તેનું મુખ્ય મથક છે. તે “ટ્રેઇન ધ ટ્રેનર પ્રોગ્રામ્સ” હાથ ધરવા માટે ભારત સરકાર દ્વારા અધિકૃત છે.
ડ્રોન ડેસ્ટિનેશન લિમિટેડ હાલમાં ડ્રોન એઝ એ સર્વિસ (DAAS) અને તાલીમ અને શિક્ષણ પ્રદાતા તરીકે કાર્યરત છે. તેના નવા વ્યવસાયિક વિસ્તરણમાં રેન્ટ-એ-ડ્રોન, કૃષિ સેવાઓ અને ડ્રોન સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. તે હબલફ્લાય ટેક્નોલોજીસ દ્વારા સમર્થિત છે, જેની પાસે વ્યાપક ડ્રોન ઉત્પાદન ક્ષમતાઓ છે.
કંપનીના મુખ્ય ગ્રાહકોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એરબસ, IFFCO, ટાટા, આદિત્ય બિરલા જૂથ, એસ્ટેરિયા એરોસ્પેસ, સિંજેન્ટા અને ઘણા વધુનો સમાવેશ થાય છે. ડ્રોન ડેસ્ટિનેશન, તેના GIS ભાગીદારો સાથે, કર્ણાટક, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં મજબૂત હાજરી સાથે વડા પ્રધાન “સ્વામિત્વ યોજના” અને અન્ય સર્વેક્ષણ અને મેપિંગ સેવાઓ જેવા મુખ્ય સરકારી પ્રોજેક્ટ્સના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
2030 સુધીમાં ભારતીય ડ્રોન ઉદ્યોગનું બજાર USD 40 બિલિયન થવાનું અનુમાન છે, જે 37%ના CAGRથી વૃદ્ધિ પામશે. ડ્રોનનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે જેમ કે સૂક્ષ્મ ચોકસાઈ કૃષિ ઉદ્યોગ અને ખેતી, ઊર્જા ક્ષેત્ર, ખાણકામ, આપત્તિ વ્યસ્થાપન, ફિલ્મ અને મીડિયા ઉદ્યોગ, દરિયાઈ બંદર, તેલ અને ગેસ ઉદ્યોગ અને અન્ય.
વિવિધ સરકારી પહેલો જેમ કે PLI સ્કીમ, ઉદાર ડ્રોન નિયમો, આયાત પર પ્રતિબંધ અને નવી GIS નીતિ દ્વારા ડ્રોન ઉદ્યોગને સમર્થન મળે છે. SVAMITVA અને SMAM એ ભારત સરકારની બે મુખ્ય યોજનાઓ છે જે ડ્રોનના ઉપયોગને વધારે છે.
ડ્રોન ડેસ્ટિનેશન લિમિટેડે વર્ષ દર વર્ષ પ્રભાવશાળી નાણાકીય વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 23 માટે તેની કુલ આવક રૂ. 1207.22 લાખ હતી, જ્યારે તે નાણાકીય વર્ષ 22 માટે રૂ. 256.46 લાખ અને નાણાકીય વર્ષ 21 માટે રૂ. 39.18 લાખ હતી. તેને નાણાકીય વર્ષ 23 માટે રૂ. 470.25 લાખનો EBITDA (કર અને અન્ય ખર્ચ બાદ કર્યા પહેલાની કમાણી) નોંધાવી હતી,
જે નાણાકીય વર્ષ 22 માટે રૂ. 39.36 લાખ હતી. નાણાકીય વર્ષ 23 માટે તેનો PAT (કર પછી નો નફો) રૂ. 244.19 લાખ હતો, જ્યારે નાણાકીય વર્ષ 22 માટે તે રૂ. 20.73 લાખ હતો. શ્રી ચિરાગ શર્મા અને સુશ્રી શશી બાલા કંપનીના પ્રમોટરો છે.