Western Times News

Gujarati News

IITનો અભ્યાસ પડતો મૂકી એક્ટિંગમાં ઝંપલાવ્યું

મુંબઈ, દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણવું લેવું હોય તો કોટા ખાતે આવેલા કોચિંગ સેન્ટરમાં એડમિશન લેવું પડે તેવી છાપ ઊભી થઈ છે. કોટામાં આવેલા સંખ્યાબંધ કોચિંગ ક્લાસ અને તેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્થિતિને ‘કોટા ફેક્ટરી’માં રજૂ કરવામાં આવી છે.

આ સિરીઝનો ત્રીજો ભાગ સ્ટ્રીમ થઈ રહ્યો છે ત્યારે તેમાં મહત્ત્વનો રોલ કરનારો એક એક્ટર ચર્ચામાં આવ્યો છે. આ એક્ટરે રીયલ લાઈફમાં આઈઆઈટી મુંબઈ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં એડમિશન મેળવ્યું હતું. અભ્યાસ ચાલુ હતો ત્યારે એક્ટિંગમાં વધુ રસ પડ્યો અને આઈઆઈટીનો અભ્યાસ પડતો રાખી તેણે એક્ટિંગમાં ઝુકાવ્યું હતું.

‘કોટા ફેક્ટરી’ની વાત આવે ત્યારે સામાન્ય રીતે દરેક વ્યક્તિને જીતેન્દ્ર કુમાર જ યાદ આવે છે. જો કે અહીંયા વાત રંજન રાજની છે. બિહારના નાનકડા શહેર અરવલનો રંજન વાસ્તવિક જીવનમાં એ સફળતા મેળવી ચૂક્યો છે, જેનું સપનું લાખો તેજસ્વી યુવાનો જોતા હોય છે. રંજન રાજને ઓડિયન્સ બાલમુકુંદ મીના તરીકે ઓળખે છે. કોટા ફેક્ટરીના કારણે ઓડિયન્સ તેને વર્ષાેથી ઓળખે છે.

આઈઆઈટીની એન્ટ્રસ ક્રેક કરવા માગતા વિદ્યાર્થીઓ માટે તે ઉદાહરણ સમાન છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે સાવ અલગ છે. રંજન નાનપણથી તેજસ્વી વિદ્યાર્થી હતો અને તેણે પટણા ખાતે કોચિંગ ક્લાસમાં એડમિશન લઈ જેઈઈની પરીક્ષા આપી હતી.

પરીક્ષામા સારા માર્ક્સના કારણે તેને આઈઆઈટી મુંબઈમાં એડમિશન મળ્યુ હતું. અભ્યાસના બીજા વર્ષમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દરમિયાન તેણે એક્ટિંગની શરૂઆત કરી. ધીમે-ધીમે એક્ટિંગ માટેનો પ્રેમ વધતો ચાલ્યો અને છઠ્ઠા વર્ષ દરમિયાન તેણે આઈઆઈટીનો અભ્યાસ અધૂરો રાખી ફુલ ટાઈમ એક્ટિંગની શરૂઆત કરી.

૨૭ વર્ષના રંજને શરૂઆતમાં કેટલીક ફિલ્મોમાં નાના રોલ કર્યા હતા. રંજને સ્ક્રિન પર હાજરી આપી હોય તેવી ફિલ્મોમાં ‘છીછોરે’, ‘ડ્રીમ ગર્લ ૨’ અને ‘રુસ્તમ’નો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને પણ તે લોકોનું ધ્યાન ખેંચતો હતો. જો કે ‘કોટા ફેક્ટરી’ના કારણે તેને નવી ઓળખ મળી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.