ડ્રગ્સના રૂપિયાની વસૂલાતમાં યુવકની હત્યાઃ 2 ઝડપાયા

પ્રતિકાત્મક
એમડી ડ્રગ્સનો વેપલો એટલી હદે વધી ગયો છે જેના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે ત્યારે હત્યા, લૂંટ સહિતના ગુના પણ સતત વધી રહ્યા છે.
અમદાવાદ, નશો હંમેશા બરબાદી અને વિનાશ નોતરતો હોય છે જેને પૂરવાર કરતો એક કિસ્સો ગઈકાલે સાંજે સરખેજ વિસ્તારમાં બન્યો છે. એમડી ડ્રગ્સની ખરીદી બાદ તેના રૂપિયાની લેતી દેતી બાબતે માથાભારે શખ્સે યુવકનું અપહરણ કરીને ઘાતકી હત્યા કરી નાંખી છે.
પોલીસે સમગ્ર કેસમાં માત્ર રૂપિયાની લેતી દેતીના મામલે હત્યા થઈ હોવાનું અધૂરું સત્ય દર્શાવીને તપાસ શરૂ કરી છે. સરખેજમાં થયેલી હત્યામાં ચોંકાવનારી વાત એ છે કે, યુવકની હત્યા પાછળ એમડી ડ્રગ્સ જવાબદાર છે. એમડી ડ્રગ્સનો વેપલો એટલી હદે વધી ગયો છે જેના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે ત્યારે હત્યા, લૂંટ સહિતના ગુના પણ સતત વધી રહ્યા છે.
વેજલપુર વિસ્તારમાં આવેલી સારા રેસિડેન્સીમાં રહેતી આફરીનબાનુ વડગામાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફૈઝલખાન પઠાણ વિરૂદ્ધ હત્યા, અપહરણની ફરિયાદ કરી છે. આફરીનના પતિ મુઝÂમ્મલ કરિયાણાની દુકાન ચલાવે છે. વીસ દિવસ પહેલાં મુઝÂમ્મલે ધંધો કરવા માટે ફૈઝલખાન પઠાણ પાસેથી ૧.૬૦ લાખ ઉછીના લીધા હતા.
ચાર દિવસ પહેલાં આફરીન તેના પતિ સાથે ઘરે હાજર હતી ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. ત્રણેય શખ્સોએ કહ્યું હતું કે, અમને ફૈઝલખાન પઠાણે મોકલ્યા છે. મુઝÂમ્મલ ક્યાં છે. ત્રણેય શખ્સોનો અવાજ સાંભળીને મુઝÂમ્મલ ઘરમાં છૂપાઈ ગયો હતો. ત્રણેય શખ્સોએ આફરીનના દિયરને પણ મુઝÂમ્મલ ક્યાં છે તે મામલે પૂછપરછ કરી હતી.
ત્રણેય શખ્સોએ આફરીનના દિયરને ધમકી આપી હતી કે ફૈઝલખાનના ઉધાર લીધેલા રૂપિયા નહીં આપે તો મુઝÂમ્મલ અને તેમને ઉઠાવી લઈશું.
ગઈકાલે આફરીનબાનુ ઘરે હાજર હતી ત્યારે મુઝÂમ્મલ દુકાનથી થોડે દૂર બેઠા હતા. આ દરમિયાન બે યુવકો આવ્યા હતા અને મુઝÂમ્મલને બેસાડીને લઈ ગયા હતા. એક કલાક બાદ આફરીનબાનુના મોબાઈલ પર મુઝÂમ્મલના મિત્ર સલમાનનો ફોન આવ્યો હતો.
ફોન પર સલમાને આફરીનને જણાવ્યું હતું કે, ફૈઝલખાન પઠાણ કોન્ફરન્સ કોલમાં છે અને મુઝÂમ્મલને માર મારે છે. સલમાનની વાત સાંભળીને આફરીનબાનુ ફૈઝલખાનને આજીની કરવા લાગી હતી. દરમિયાનમાં મુઝÂમ્મલે બૂમો પાડીને કહેવા લાગ્યો હતો કે ફૈઝલખાન અને તેના માણસો મને માર મારી રહ્યા છે. ફૈઝલખાન જેટલા રૂપિયા માંગે એટલા રૂપિયા ભાઈ પાસેથી લઈને આપવા માટે મુઝÂમ્મલે ફોન પર આફરીનબાનુને કહ્યું હતું.
ફૈઝલે આફરીનબાનુને ધમકી આપી હતી કે મેં તારા પતિને ગાયબ કરી દીધો છે. મોડી રાત સુધી મુઝÂમ્મલ પરત નહીં આવતા આફરીનબાનુએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પોલીસની ટીમ તપાસ કરવા લાગી હતી ત્યારે મુઝÂમ્મલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આફરીનબાનુ પરિવાર સાથે હોસ્પિટલ પહોંચી ત્યારે જ્યાં હાજર તબીબોએ મુઝÂમ્મલને મૃત જાહેર કર્યો હતો. સરખેજ પોલીસે ફૈઝલખાન પઠાણ સહિત તેના સાગરિતો વિરૂદ્ધ અપહરણ, હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મુઝÂમ્મલની હત્યા કેસમાં પોલીસ કાચું કાપી રહી છે. આ હત્યા કેસમાં સાત લોકો સંડોવાયેલા હતા. મુઝÂમ્મલનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સમગ્ર હત્યા કેસમાં ચોંકાવનારી વાત એ છે કે, એમડી ડ્રગ્સની ખરીદી કર્યા બાદ તેના રૂપિયાની લેતી-દ્યેતીના મામલે મુઝÂમ્મલની હત્યા થઈ હતી.
હત્યા કરનાર ફૈઝલ એમડી ડ્રગ્સ માફિયા હોય તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ફૈઝલખાન સાથે વાસીમખાન, જાજેબખાન, શાહનવાઝ, મુક્તિયાર, મોઈન ઉર્ફે કાણો, સમીર સંડોવાયેલા છે. એસપી કચેરીએ ફૈઝલખાન સહિત બે લોકો હાજર થયા છે. પોલીસે બન્નેની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.