બુટલેગરે ગોળીબાર કરતાં પોલિસ ડઘાઈ ગઈ: બુટલેગરો ગાડીઓ વાળી નાસી છૂટ્યા
બાતમીના આધારે દારૂ પકડવા આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ પર કુખ્યાત બુટલેગર તેમજ તેની ટોળકી દ્વારા સશસ્ત્ર હુમલો કરી દારૂ ભરેલી ગાડીઓ છોડાવી ગયા-પોલીસ અને બુટલેગર વચ્ચે સામસામે ફાયરિંગના દ્રશ્યો સર્જાયા.
(પ્રતિનિધિ મઝહર મકરાણી દ્વારા) દે.બારીઆ, પ્રોહિબિશન અંગેની પોતાને મળેલ બાતમીને આધારે દેવગઢ બારીયાના પાંચિયા સાલ તરફ જવાના રોડ પર વોચમાં ઉભેલ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ પર છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામના કુખ્યાત બુટલેગર અને
તેના માણસોએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા ગુનાહિત બળ વાપરી સશસ્ત્ર હુમલો કરી બિશનની કામગીરીમાં અવરોધ ઊભો કરી ફાયરિંગ કરી પોલીસની ગાડીને નુકસાન પહોંચાડી તે પ્રદેશ તરફથી દારૂ ભરીને આવેલ બે ગાડીઓ લઈ નાસી જવામાં નાસી જવામાં સફળ રહેતા ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસવડા, એએસ.પી,
ડીવાયએસપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિનો તાગ મેળવી પોલીસને કોમ્બિંગ કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના કઠીવાડાના દારૂના ટેકા પરથી છોટાઉદેપુર જિલ્લાના મીઠી બોર ગામના કુખ્યાત બુટલેગર ભીખાભાઈ ભલજીભાઈ રાઠવા તથા તેના માણસ પાંચીયાસાલ ગામના રમેશ માધુ કોળી તથા
તેમના અન્ય મળતીયાઓ મારફતે ફોરવીલ ગાડીઓમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પાંચિયાશાળ ગામે થઈને પસાર થનાર છે. તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને મળી હતી.
જે બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પાંચિયાશાળ ગામ તરફ જવાના રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી તે દરમિયાન રાતના સાડા દસ વાગ્યાના સુમારે સામેથી બે શંકાસ્પદ ફોરવીલ ગાડીઓ આવતી હોવાનું જણાતા પોલીસે પોતાનું ખાનગી વાહન રોડ પર ઉભું રાખી નીચે ઉતર્યા હતા
અને સામેથી આવતા વાહનો રોકી ટોર્ચ લાઈટની મદદ થી જાેતા પ્રથમ બોલેરો ગાડી અને તેની પાછળ સિલ્વર કલરની મહિન્દ્રાા એક્ષયુુવી ફોરવીલ ગાડી જાેવા મળી હતી તે બંને ગાડીઓ નંબર પ્લેટ વગરની હોઈ તેમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઈ આવતા બોલેરો ગાડીનો ડ્રાઇવર સાઈડનો દરવાજાે પોલીસે ખોલવા જતા અચાનક પાછળથી સાત જેટલી ગાડીઓ ત્યાં આવી હતી
અને તેમાંથી મીઠી બોર ગામનો કુખ્યાત ભીખાભલજી પોતાના હાથમાં ૧૨ બોરની બંદૂક લઈ તથા બીજા ૨૦થી ૩૦ જેટલા અજાણ્યા માણસો ધારિયા તલવાર પાળીયા જેવા મારક હથિયારો લઇ બૂમાબૂમ કરતા દોડી આવ્યા હતા. તે વખતે મીઠી બોર ગામના ભીખાભાઈ રાઠવા એ પોતાની પાસેની બાર બોરની બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયર કરતાં પોલીસ ડઘાઈ ગઈ હતી
અને પોલીસે પણ પોતાના પાસેની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ હવામાં ફાયર કર્યો હતો અને તેઓની ગાડીઓ પોલીસની ખાનગી ગાડી સાથે આગળથી અને પાછળથી ભટકાડી ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ મીઠી બોરના ભીખાભલજીએ પોતાની પાસેની બંદૂકમાંથી પોલીસ સામે બીજા છ રાઉન્ડ ફાયર કર્યા હતા.
જ્યારે પોલીસે સ્વબચાવમાં સામે ફાયરિંગ કરતા ગોળીઓની રમઝટ બોલી હતી. તે દરમિયાન ભીખા ભલજીને પોલીસે સરેંેન્ડર કરવા જણાવ્યું હતું તેમ છતાં તેણે પોલીસ પર ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. જેથી પોલીસને પણ પોતાની પાસેની સર્વિસમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કરવું પડ્યું હતુંં.
આ સમયે ભીખા ભાઈજી અને તેના માણસો પોતાની ગાડીઓમાં બેસી પોતાની ગાડીઓ તથા મધ્યપ્રદેશથી દારૂ ભરીને આવેલ બે ગાડીઓ લઈ યુ ટર્ન મારી મીઠી બોર તરફ નાસી ગયા હતા.