પાન પાર્લરની આડમાં ડ્રગ્સ વેચતા બે આરોપીની SoGએ ધરપકડ કરી
બંને આરોપીઓ પાસેથી ૫૭ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર ખુબ ચાલી રહ્યો છે. ડ્રગ્સ તથા નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસે પણ અત્યાર સુધી આવા ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદ એસઓજી ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે જાેધપુર વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરી છે.
ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી ૫૭ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીએ સાત લાખના મુદ્દા માલ સાથે બંનેની ઝડપી લીધા છે. ડ્રગ્સના બંધાણી બંનેલા બંને વ્યક્તિઓ હવે ડ્રગ્સ વેચતા હતા.
આ બંને આરોપીઓ મેફેડ્રોન ડ્રગ્સ વેચતા હોવાની હકીકત આધારે ર્જીંય્ની ટીમે જાેધપુર વિસ્તારમાં રેડ કરી પરબત ઝાલા અને ઉશામા બક્ષીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી ઔડાના મકાનમાં રહેતાં અને પાન પાર્લરની આડમાં સ્ડ્ઢ ડ્રગ્સ વેચતા. પકડાયેલ આરોપી પરબત ઝાલા પાસેથી પોલીસે ૨૩.૨૧૦ ગ્રામ જેટલુ સ્ડ્ઢ ડ્રગ્સ કબજે કર્યું છે. જ્યારે ઉશામા પાસેથી ૩૩ ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી પરબત ઝાલા ગોવા ગયો હતો ત્યાં ડ્રગ્સના રવાડે ચડ્યો અને અમદાવાદ આવી ડ્રગ્સ લેવાની સાથે વેચવા લાગ્યો હતો. મહત્વનું છે કે આરોપી પરબત અગાઉ પરબ દારૂનું કટીંગ પણ કરાવતો. જાેકે તે માત્ર તેના પરિચિત વ્યક્તિઓને જ ડ્રગ્સ આપતો જેથી કરી પોલીસના હાથે ઝડપાય ન જાય. પણ ઉશામાં વિરુદ્ધ પોકક્ષો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
૩આમ પકડાયેલ બંને આરોપીઓ પાસેથી પોલીસે ૫૭ ગ્રામ જેટલું સ્ડ્ઢ ડ્રગ્સ પકડયું જેની અંદાજીત કિંમત બજારમાં ૫ લાખથી વધુ થાય છે જે ડ્રગ્સ કબજે કરી આ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. જાેકે પાનપાર્લરની આડમાં ડ્રગ્સ વેચતો પરબત ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી તેમના ડ્રગ્સ ડીલર કોણ છે તે અંગે પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવાની તજવી છે પોલીસે હાથ ધરી છે.