કચ્છમાંથી બિનવારસી હાલતમાં 130 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
(એજન્સી)ભૂજ, ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી ૧૩૦ કરોડનું ૧૩ કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત છ્જીની ટીમે કોકેઈનના ૧૩ પેકેટ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. ગુજરાત એટીએસએ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે.
આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ દ્વારા કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઈન ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી ૧૩૦ કરોડનું ૧૩ કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત એટીએસની ટીમે કોકેઈનના ૧૩ પેકેટ જપ્ત કર્યા છે.
નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકેઈનની કિંમત પ્રતિ કિલોગ્રામ ૧૦ કરોડ રૂપિયાની આસપસાપ હોવાનું માનવામાં આવે છે.ગુજરાત એટીએસે સ્થાનિક ર્જીંય્ અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડી કોકેઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ પહેલા સપ્ટેમ્બર ૨૦૨૩માં મીઠીરોહર પાસેથી ૮૦૦ કરોડના મૂલ્યનો ૮૦ કિલો કોકેઇનનો જથ્થો ઝડપાયો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગનો મોટો જથ્થો પકડાવવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ગત સપ્ટેમ્બરમાં કચ્છ જિલ્લામાં સ્થાનિક પોલીસે ૮૦૦ કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યુ હતુ. કચ્છના ગાંધીધામથી ૩૦ કિમીના અંતરે આવેલ મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને ૮૦ કિલો કોકેઇન મળી આવ્યું હતું.