કેરળમાં દારૂડિયા દુકાનદારે મહિલાને જીવતી સળગાવી

કાસરગોડ, કેરળના કાસરગોડ જિલ્લામાં એક દારૂડિયા દુકાનદારે બદલો લેવા માટે ૩૨ વર્ષીય મહિલાને આગના હવાલે કરી દીધી હતી. જેના કારણે દાઝી જવાથી મહિલાનું મોત થયું છે. આ ઘટના આઠમી એપ્રિલે બપોરે ૩ઃ૩૦ કલાકે બની છે.
પીડિતાએ આરોપી રામામૃતમ સામે ફરિયાદ નોંધાવી હતી કે કે તે દારૂ પીને લોકોને પરેશાન કરે છે.રમિથા અને રામામૃતમ બંને એક જ બિલ્ડિંગમાં દુકાન ધરાવતા હતા. પીડિતા ત્યાં કરિયાણાની દુકાન ચલાવતી હતી અને બાજુમાં આરોપી ફર્નિચરની દુકાન ચલાવતો હતો.
પોલીસ અધિકારીના કહેવા મુજબ પીડિતાની ફરિયાદ પછી બિલ્ડિંગના માલિકે રામામૃતમને દુકાન ખાલી કરવાનું કહ્યું હતું. જેનાથી નારાજ થઈને રામામૃતમે આઠમી એપ્રિલે પોતાની કરિયાણાની દુકાનમાં બેઠેલી રમિયા પર થિનરની બોટલ ફેંકી દીધી અને એમાં આગ લગાડી દીધી હતી.SS1MS