દારૂડિયા પતિએ પત્નીને ઈન્જેક્શન આપી હત્યા કરવાની ધમકી આપી
અમારો દીકરો તો રોજ દારૂ પીશે, તારે કોઈ ફરિયાદ કરવાની જરૂર નથી.
પરિણીતાને લગ્નના બીજા દિવસે ખબર પડી કે પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે
(એજન્સી)અમદાવાદ, તને એવું ઈન્જેક્શન આપી દઈશ કે ખબર પણ નહીં પડે કે તારૂં મોત કેવી રીતે થયું, યુવતીને આ ગર્ભિત ધમકી બીજા કોઈએ નહીં પરંતુ તેના પતિએ આપી છે. યુવતીને લગ્નના બીજા દિવસે જ ખબર પડી કે તેનો પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે. યુવતીએ પતિને રોકટોક કરતા તે તેની સાથે મારઝૂડ કરતો અને બાદમાં ઈન્જેક્શન આપીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.
ઠક્કરનગર વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલ્યું છે)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સમીર, સસરા ડો.લક્ષ્મીનારાયણ અને સાસુ કેસરદેવી વિરૂદ્ધ ડોમેસ્ટિ ક વાયોલન્સ એક્ટ, દહેજ તેમજ મારામારીની ફરિયાદ કરી છે. સીમાના પહેલા લગ્ન વર્ષ ર૦૧૬માં નિસર્ગ નામના યુવક સાથે થયા હતા. જાે કે બંને વચ્ચે મનદુખ થતાં તેમણે છૂટાછેડા લઈ લીધા હતા.
વર્ષ ર૦ર૧માં સીમ એ રાજસ્થાનના જયપુર ખાતે રહેતા સમીર નામના યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સીમાને તેના માતા પિતાએ યથાશક્તિ દહેજ આપ્યું હતું. ૧પ તોલા દાગીના સહિત બીજી ચીજવસ્તુઓ લઈને સીસા સાસરીમાં રહેવા માટે ગઈ હતી. લગ્નના બીજા દિવસે સમીર ઘરે દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો. જેથી સીમાએ તેને પૂછ્યું હતું.
લગ્ન પહેલાં તો તમે દારૂ સિગારેટ પીતા નથી તેવું કહેતા હતા. સીમાની વાત સાંભળીને સમીરે કહ્યું હતું કે હું દારૂ અને સિગારેટ બંને પીવું છું તારે મને આ બાબતે બોલવાનું નહીં. સીમાએ બીજી વખત લગ્ન કર્યા હતા અને તે ઘર સંસાર બગાડવા માગતી ન હોવાને કારણે તેણે સમીરના જુઠાણાંને સ્વીકારી લીધું હતું. લગ્ન બાદ સમીર રોજ દારૂ પીને ઘરે આવતો હતો અને તેને કપડા પહેરવાનું પણ ભાન રહેતું નહીં.
જેથી સીમાએ આ મામલે તેના સાસુ સસરાએ પણ સીમાનો પક્ષ લેવાની જગ્યાએ પોતાના પુત્ર સમીરનો પક્ષ લીધો હતો અને કહેવા લાગ્યા હતા કે અમારો દીકરો તો રોજ દારૂ પીશે, તારે કોઈ ફરિયાદ કરવાની જરૂર નથી. સીમાના સસરા લક્ષ્મીનારાયણ ડોક્ટર હોવા છતં દહેજની આશા રાખીને બેઠા હતા. સસરા અને સાસુ અવારનવાર સીમાને મહેણાં ટોણાં મારતા હતા કે તારા પિતાએ દહેજમાં ઘણું ઓછું આપ્યું છે. સાસુ સસરા અવારનવાર સમીરને ચડાવતા હતા. જેના કારણે તે સીમા સાથે બબાલ કરતો હતો.
સીમાને ધુમાડાની એલર્જી હોવા છ તાં સમીર રૂમમાં બેસીને સિગારેટ પીતો હતો અને જ્યારે સીમા બારી ખોલે તો તેને રોકતો હતો. લગ્નના ત્રણ મહિના બાદ જ સીમા તેના પિયરમાં આવી ગઈ હતી અને સમગ્ર હકીકત તેણે તેના પિતાને કહી હતી. પિતાએ ઘર સંસાર બગડે નહીં તે માટે સમજાવી હતી. ૧૯ દિવસ પિયરમાં રહ્યા બાદ સમીર તેને લેવા માટે આવ્યો હતો. અને ફરીથી આવું નહીં થાય તેવી બાંયધરી આપી હતી.
સાસરીમાં પરત ગયા બાદ પણ સમીર સુધર્યાે નહીં અને રોજ દારૂ પીને આવતો હતો. જ્યારે સીમા બોલે તેા તેની સાથે મારઝૂડ કરતો હતો. આ સિવાય દહેજ ભૂખ્યાં સાસુ, સસરાને સીમા પાસેથી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જાેઈતા હતા. સમીરના પિતા ડોક્ટર હોવાથી તે સીમાને એવી ધમકી આપતા હતા કે તને એવું ઈન્જેક્શન આપી દઈશ કે તને ખબર પણ નહીં પડે કે તારૂં મોત કેવી રીતે થયું, સાસરિયાના ત્રાસથી કંટાળીને સીમા નવ મહિના પહેલાં જ પિયમં આવી ગઈ હતી. સીમાએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.