Western Times News

Gujarati News

દ્રશ્યમનો પણ બાપ નીકળી સાઉથની ૫ થ્રિલર ફિલ્મ

મુંબઈ, સાઉથ સિનેમાની ઘણી ફિલ્મો ખૂબ જ શાનદાર છે. પરંતુ હિન્દી ભાષી દર્શકો તેનાથી વધારે પરિચિત નથી. અમે જે ફિલ્મોની વાત કરી રહ્યાં છીએ, તેની સ્ટોરીનું સસ્પેન્સ-થ્રિલર‘દ્રશ્યમ’ અને ‘ભૂલભૂલૈયા’ જેવી ફિલ્મોને ટક્કર આપે છે. જો તમે રહસ્ય-રોમાંચથી ભરપૂર ફિલ્મો જોવા માગતા હોય તો આ ફિલ્મો તમારે ચોક્કસ જોવી જોઇએ, જે અલગ-અલગ ઓટીટી પ્લેટફોર્મ્સ પર છે.

આ ક્રાઇમ થ્રિલર ૨૦૧૬માં રિલીઝ થઇ હતી, જેમાં રહેમાનનો લીડ રોલ છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે ખૂબ જ વખાણી હતી. ફિલ્મની સ્ટોરી એક મર્ડર મિસ્ટ્રીની આસપાસ ફરે છે, જેની તપાસની જવાબદારી ઇન્સપેક્ટર દીપકને મળે છે. ફિલ્મ તમે પ્રાઇમ વીડિયો પર જોઇ શકો છો. ફિલ્મની સ્ટોરી એક લેખકની પત્નીની આસપાસ ફરે છે. જેને વારંવાર ખરાબ સપના આવે છે.

મહિલાના જીવનમાં ઘટનારી અલૌકિક ઘટનાઓનો સંબંધ તેના પતિના પૂર્વ જન્મ સાથે હોય છે. તમે ‘રંગીતરંગા’ને એમએક્સ પ્લેયર પર જોઇ શકો છો.

સાઉથની સસ્પેન્સ થ્રિલરમાં જેકી શ્રોફે પણ કામ કર્યુ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક પોલીસવાળો મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે. જેની પાછળ એક સીરિયલ કિલરનો હાથ લાગે છે, પરંતુ જ્યારે હકીકત સામે આવે છે ત્યારે દર્શકોના રૂંવાટા ઉભા થઇ જાય છે. આ ફિલ્મ હોટસ્ટાર પર જોઇ શકાશે.

આક માધવન અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મની ગયા વર્ષે હિન્દી રિમેક બનાવવામાં આવી હતી. જો કે ઋતિક રોશન-સૈફ અલી ખાન સ્ટારર રિમેક બોક્સ ઓફિસ પર આશા અનુસાર, પરફોર્મ ન કરી શકી.

મૂળ ફિલ્મ તમે એમએક્સ પ્લેયર પર જોઇ શકો છો. ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ આવી. જેને તમે પ્રાઇમ વીડિયો પર જોઇ શકો છો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, ફોરેન્સિક એક્સપર્ટ પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરીને કેવી રીતે ક્રિમીનલને પકડાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.