એમ્પાયર સ્ટેટ કરતાં ચાર ગણી ઊંચી ઈમારત બનશે દુબઈમાં
સંયુક્ત આરબ અમીરાતના સાત અમીરાતમાંથી એક દુબઈ પોતાનો જ રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે. દુબઈ એક મેગા સિટી સ્થાપવાની યોજના ધરાવે છે જેમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત પણ હશે.
હાલમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે. બુર્જ ખલીફાની લંબાઈ 821 મીટર છે. જ્યારે દુબઈ ક્રીક ટાવરની ઊંચાઈ 1345 મીટર હશે.
દુબઈ ક્રીક ટાવર બુર્જ ખલીફા કરતા ઉંચો હશે.ક્રીક ટાવરની ઉંચાઈ બુર્જ ખલીફા કરતા વધુ હશે. તે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતાં ચાર ગણું ઊંચું હશે. તેને 2025 સુધીમાં તૈયાર કરવાનું આયોજન છે, જેના પર કામ શરૂ થઈ ગયું છે.મેગા સિટીમાં જ્યાં વિશ્વનો સૌથી ઉંચો ટાવર બનાવવામાં આવશે, ત્યાં 2023 સુધીમાં 6 મિલિયન લોકો રહી શકશે. દુબઈની પણ પૃથ્વી પરનું સૌથી વિકસિત શહેર બનવાની યોજના છે.
Good morning friends.
Have a peaceful day.
Dubai Creek Tower is still in building. pic.twitter.com/YtqG3F6vIo— Amelita (@Amelita21861409) January 21, 2023
દુબઈ ક્રીક ટાવરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વની સૌથી ઉંચી માનવ નિર્મિત રચના હશે. આ ટાવરના નિર્માણમાં 1 બિલિયનનો ખર્ચ થવાની ધારણા છે. દુબઈ ક્રીક ટાવરમાં લક્ઝરી હોટલ, રેસ્ટોરન્ટ અને એપાર્ટમેન્ટ પણ બનાવવામાં આવશે. આ બિલ્ડીંગમાં 2020માં કોરોના રોગચાળાને કારણે કામકાજ સ્થગિત રાખવામાં આવ્યું હતું.
વિશ્વની સૌથી ઊંચી ઇમારત, વિશ્વનો સૌથી મોટો મોલ, આગામી દાયકામાં દુબઈમાં ખુલવાની અપેક્ષા છે. વિશ્વનું સૌથી મોટું માછલીઘર અને વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક પહેલેથી જ દુબઈમાં છે.