Western Times News

Gujarati News

દુબઈથી ચાલતા સોનામાં રોકાણ કરવાના ઠગાઈના પ્રકરણનો પર્દાફાશ

સુરતના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સહિત ગેંગના ૬ લોકોની ભરૂચ સાયબર ક્રાઈમે કરેલી અટકાયત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભારત દેશના કુલ ૧૬ રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઈટ,સીમકાર્ડ તેમજ બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઈન્ટરનેશનલ દુબઈ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના કુલ ૬ આરોપીઓની ધરપકડ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે કરી છે.

ભરૂચ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ દ્વારા જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા સૂચના આપી હતી.જેના પગલે ભરૂચ જીલ્લા સાયબર ક્રાઈમ ઈન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ગોલ્ડ ટ્રેડિંગમાં ઉંચા રીટર્નની સ્કીમમાં ઠગાઈનો ગુનો નોંધાયો હતો.

જે રેકેટમાં ભરૂચના ભોગ બનનાર ફરીયાદીના વોટ્‌સએપ નંબર ઉપર એસ્લી નામની વ્યક્તિએ વોટ્‌સએપ મોબાઈલ નંબર ૮૫૨૯૬૪૭૦૦૧૬ તથા ૬૩૯૫૧૨૬૪૯૫૨૬ થી સંપર્ક કર્યો હતો.ગોલ્ડમાં ટ્રેડીંગ કરવા માટે વાતચીત કરી શરૂઆતમાં કરેલ ટ્રેડીંગમાં વધુ રીટર્ન આપી જે બાદ ૪૦ ટકા જેટલુ રીટર્ન આપવાની લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ ડમી વેબસાઈટ બનાવી તેમાં લોગીન કરાવી

અલગ અલગ સમયે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂપિયા ૩૭ લાખ ૬૧ હજાર ભરાવી ડમી વેબસાઈટ તથા વોટ્‌સએપ મોબાઈલ નંબરો બંધ કરી છેતરપીંડી કરી હતી.ભરૂચ સાયબર ક્રાઈમે ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન રીસોર્સ તથા બેંક એકાઉન્ટોની માહિતી મેળવી આ ગુનામાં બેંક એકાઉન્ટ ઓપન કરનાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ એકટીવ કરતા ઈસમો

(૧) અબ્દુલ રહેમાન ઉર્ફે બાપુ શબ્બીર હુશેન સૈયદ (૨) સકલૈન સરફુદીન શેખ (૩) સદામ મહેમુદ શેખ (૪) કૃષ્ણકુમાર ઉર્ફે બિટ્ટુ કમલેશ કુમાર તિવારી (૫) યાસીન ઈકબાલ સત્તાર વ્હોરા(૬) સોહેલ મેહમુદ મલેક તમામની સુરત ખાતેથી ધરપકડ કરાય છે.

આરોપીઓ દ્વારા ખોલાવેલ બેંક એકાઉન્ટ થકી ભારતના ૧૬ રાજ્યોમા છેતરપીંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.જેમાં સાયબર ક્રાઈમની ફરીયાદ માટે કાર્યરત કરવામાં આવેલ ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્ગઝ્રઝ્રઇઁ (૧૯૩૦) પોર્ટલ ઉપર સર્ચ કરતા ૮૬ તેમજ અન્ય ૧૦ મળી કુલ ૯૬ ફરીયાદ થઈ હોવાનું બહાર આવ્યું છે.

જ્યારે આ રેકેટ ચલાવવા ૨૭ એકાઉન્ટ અને ૧૭૩ સીમકાર્ડ તેમજ ૨ વોટ્‌સએપ નંબરનો ઉપયોગ કરાયો હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.