Western Times News

Gujarati News

75 વર્ષમાં પહેલી વાર દુબઈમાં આટલો વરસાદ પડ્‍યો

Dubai: Timelapse of the massive storm that caused a historic flood (જૂઓ વિડીયો)

સમગ્ર સંયુક્‍ત આરબ અમીરાતની સાથે પડોશી દેશ બહેરીન પણ પૂરમાં ડૂબી ગયું હતું. 

UAEમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ પર સૌથી વધુ વરસાદ પડ્‍યો છે, અત્‍યાર સુધીમાં સૌથી વધુ વરસાદ અલ આઈનના ખાતમ અલ શકલા વિસ્‍તારમાં નોંધાયો છે, જે ૨૪ કલાકથી ઓછા સમયમાં ૨૫૪ મીમી (૧૦ ઇંચ) સુધી પહોંચી ગયો છે.

દુબઇ, સંયુક્‍ત આરબ અમીરાતમાં દુબઈ, જે તેના શુષ્‍ક અને ગરમ તાપમાન માટે જાણીતું છે, ત્‍યાં ભારે વરસાદને કારણે પૂરથી જળમગ્ન થઇ ગયું હતું. ભારે વરસાદના કારણે આ શહેરમાં સામાન્‍ય જનજીવન ઠપ થઈ ગયું હતું. આ સાથે વ્‍યસ્‍ત શહેરમાં પૂરની સ્‍થિતિએ ક્‍લાઈમેટ ચેન્‍જની ચિંતા વધારી દીધી છે.

ભારે વરસાદને કારણે દુબઈ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પણ પાણી ભરાઈ ગયું હતું.  દુબઈ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ દુનિયાના સૌથી વ્‍યસ્‍ત એર હબ તરીકે ઓળખાય છે.

ભારે વરસાદને કારણે દુબઈમાં રસ્‍તાઓ ક્ષતિગ્રસ્‍ત થઈ ગયા છે, જેમાં વિવિધ ઘરોની છત, દરવાજા અને બારીઓમાંથી પાણી નીકળવા લાગ્‍યું છે. ગઇ સાંજે દુબઈ એરપોર્ટ પર ૧૦૦થી વધુ ફલાઈટ્‍સ ઉતરવાની અપેક્ષા હતી. વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી સમસ્‍યાઓના કારણે ઘણી ફલાઈટ્‍સ કેન્‍સલ કરવી પડી હતી. થોડા સમય માટે એરપોર્ટ બંધ કરવું પડ્‍યું હતું. એરપોર્ટ તરફ જતા રસ્‍તાઓ પણ ખરાબ રીતે ડૂબી ગયા હતા.

હવામાનશાષાના અહેવાલો સૂચવે છે કે આશરે ૨૦ મિલીમીટર (૦.૭૯ ઇંચ) વરસાદે સોમવારે મોડી રાત્રે દુબઈને ભીંજવી દીધું હતું, ગઇકાલે સવારે ૯ વાગ્‍યાની આસપાસ તોફાન તીવ્ર બન્‍યું હતું. દિવસના અંત સુધીમાં, શહેરમાં ૧૪૨ મિલીમીટર (૫.૫૯ ઇંચ) કરતાં વધુ વરસાદ થયો હતો. સામાન્‍ય રીતે, દુબઈ તેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સરેરાશ વાર્ષિક ૯૪.૭ મિલીમીટર (૩.૭૩ ઇંચ) વરસાદ અનુભવે છે.

એરપોર્ટ પર જળબંબાકારની સ્‍થિતિને જોતા ઘણી આવતી ફલાઈટોને ડાયવર્ટ કરવામાં આવી હતી. સામાન્‍ય રીતે લગભગ ૧૦૦ વિમાનો દુબઈ એરપોર્ટ પર સામાન્‍ય સાંજે આવે છે, પરંતુ હવામાન પરિવર્તનને કારણે ત્‍યાં પ્રવર્તતી પરિસ્‍થિતિને કારણે ફલાઈટ્‍સને ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, ૨૫ મિનિટ પછી ધીમે ધીમે વિમાનોનું આગમન ફરી શરૂ થયું.

ભારે વરસાદને કારણે ફલાઈટ ઓપરેશનમાં વિલંબ થયો હતો અથવા ફલાઈટ્‍સ કેન્‍સલ થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રનવે સંપૂર્ણ રીતે ડૂબી ગયો છે. એરપોર્ટનું પાર્કિંગ પણ અડધું ડૂબી ગયું છે. એરપોર્ટ તરફ જતા રસ્‍તાઓ પર પણ પાણી ભરાયેલા જોવા મળ્‍યા હતા. દુબઈના શોપિંગ મોલમાં પણ ઘૂંટણિયે પાણી ભરાઈ ગયું છે.

ફલાયદુબઈએ જણાવ્‍યું હતું કે ખરાબ હવામાનને કારણે તેણે દુબઈથી ઉપડતી તેની તમામ ફલાઈટ્‍સને આજે સવાર સુધી અસ્‍થાયી રૂપે સ્‍થગિત કરી દીધી છે, આવા જ દ્રશ્‍યો દુબઈ અને યુએઈમાં અન્‍યત્ર જોવા મળ્‍યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરાયેલા ફોટા અનુસાર, ફલેગશિપ શોપિંગ સેન્‍ટર્સ દુબઈ મોલ અને અમીરાતના મોલમાં પાણી ભરાઈ ગયા હતા. દુબઈ મેટ્રો સ્‍ટેશન ઘૂંટણિયે પાણીથી ભરાઈ ગયું હતું.

વરસાદ પછીની પરિસ્‍થિતિ અંગે અપડેટ્‍સ શેર કરવા લોકો સોશિયલ મીડિયા પર ગયા. કેટલાક વિડિયોમાં રસ્‍તાઓ પરથી કાર વહી જતી દર્શાવવામાં આવી છે, જયારે અન્‍યમાં દુબઈના સૌથી લોકપ્રિય મોલમાં પાણી ભરાવાને કારણે દુકાનની છત તૂટી રહી છે. અમીરાતની મેટ્રો ખોરવાઈ ગઈ હતી. મુશળધાર વરસાદને કારણે મધ્‍ય પૂર્વનું નાણાકીય કેન્‍દ્ર દુબઈ સ્‍થગિત થઈ ગયું છે. ઓમાનમાં રવિવાર અને સોમવારે ૧૮ લોકોના મોત થયા છે.

વાવાઝોડાની અસર દુબઈની બહાર પણ ફેલાઈ છે. સમગ્ર સંયુક્‍ત આરબ અમીરાતની સાથે પડોશી દેશ બહેરીન પણ પૂરમાં ડૂબી ગયું હતું. વર્તમાન પરિસ્‍થિતિને જોતા  માં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ ઓમાનમાં વરસાદ અને તોફાનના કારણે અત્‍યાર સુધીમાં ૧૮ લોકોના મોત થયા છે. તોફાનના કારણે બહેરીનમાં પણ સ્‍થિતિ વણસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.