દુબઈ દુનિયાનો સૌથી લાંબો ૬.૬ કિલોમીટરનો પબ્લીક બીચ બનાવશે
બીચમાં કુદરતી સૌદર્ય માણી શકાય તેવો વોકવે, ફલોટીગ રેસ્ટોરા સહીતની સુવિધાઓ હશે
(એજન્સી)દુબઈ, ઈકોટુરીઝમને પ્રમોટ કરવા માટે દુબઈ દ્વારા દુનિયાનો સૌથી લાંબો ૬.૬ કિલોમીટરનો પબ્લીક બીચ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેબેલ અલી બીચ ડેવલપમેન્ટ પ્રોજેકટને દુબઈના કાઉનપ્રિન્સ શેખ હમદાનબીન મોહમ્મદ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે.
લોકલ ઈકોસીસ્ટમ અને વાઈલ્ડલાઈફને પ્રોત્સાહન આપવાની સાથે લોકોને મનોરંજન પણ મળી રહે એ વાતનું ખાસ ધ્યાન પણ મળી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ પ્રોજેકટને ત્રણ પાર્ટમાં વહેચવામાં આવશે. આ પ્રોજેકટમાં ર.ર કિલોમીટરનો ડ્રાઈવીગ એરીયા હશે. તેમ જ કુદરતી સૌદર્યને માણી શકાય એ માટેનો એક વોકવે પણ બનાવવામાં આવશે.
આ પ્રોજેકટને ત્રણ લોકેશનમાં વહેચવામાં આવ્યો છે. પહેલા લોકેશનને ધ પર્લ નામ આપવામાં આવ્યું છે. એમાં બીચ, સ્પોટસ, એકટીવીટીઝ સ્વિમીગગ પુલ કીડસઝોન તેમજ પુલ સાથેની બીચ કલબ અને કેફેનો સમાવેશ કરવામાં આવશે. ફલોટીગ રેસ્ટોરાંથી લઈને પ્રાઈવેટ બીચનો પણ સમાવેશ કરવામાં આવશે. પરંતુ એના માટે ફી ચુકવવી પડશે.
બીજા લોકેશનને સેન્ચુરી નામ આપવામાં આવ્યયું છે. એમાં કાચબા અને અન્ય પ્રાણીઓ માટે સ્વર્ગ બનાવવામાં આવશે. અહી પણ કેટલીક સ્પોર્ટસ એકિટવીટીઝનો સમાવેશ કરવામાં આવશે.પરંતુ એ પર્યાવરણને નુકશાન નહીહ કરે એવી જ હશે. ત્રીજા લોકેશનને નેસ્ટ નામ આપવામાં આવ્યું છે. અહી એક રેડીએશન એજયુકેશનલ ડેસ્ટિનેશન બનાવવામાં આવશે. બાયોડાઈવર્સટી કાચબાઓની પ્રજાતીઓને લગતું એજયુકેશન તેમ જ પર્યાવરણના લગતો સ્ટડી કરવામાં આવશે.