એક ભૂલના કારણે માધુરી દિક્ષિતના હાથમાંથી નીકળી ગઇ સુપરહિટ ફિલ્મ
મુંબઈ, ૯૦ના દશકમાં બોલિવૂડમાં રોમાન્સની એવી ક્રાંતિ આવી કે સતત એક પછી એક રોમેન્ટિક ફિલ્મોએ મહેફિલ લૂંટી લીધી હતી. સુંદર હિરોઇનનું દિલ જીતવાના પ્રયાસમાં લાગેલા હીરોની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવતી હતી. આ જ કારણે છે કે આ દશકમાં સૌથી વધુ રોમેન્ટિક ફિલ્મો રિલીઝ થઇ છે.
પરંતુ ૧૯૯૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ તમામ ફિલ્મો પર ભારે પડી હતી. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતને પણ કાસ્ટ કરવાની હતી. પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાથી ઇનકાર કરી દીધો અને તેના હાથમાંથી એક મોટી ફિલ્મ સરકી ગઇ. સલમાન અને માધુરીએ વર્ષ ૧૯૯૧માં પહેલીવાર સાજન ફિલ્મમાં કામ કર્યુ હતું.
આ ફિલ્મમાં બંનેની જાેડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. માધુરી દીક્ષિત અને સલમાન ખાનની ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. બંનેનો સ્ક્રીન પર રોમાન્સ જાેઇને દર્શકો તાળીઓના ગડગડાટથી થિયેટર ગૂંજવતા હતાં. જાે કે બંને ‘હમ આપ કે હૈ કૌન’ પહેલા ૧૯૯૩માં ‘તેરા આશિક’ ફિલ્મમાં પણ સાથે જાેવા મળી ચુક્યાં છે. પછીથી સલમાન ખાન અને માધુરી દીક્ષિતે ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’માં પણ જાેરદાર રોમાન્સ કર્યો.
ફરી એકવાર આ જાેડીએ રોમાન્સ કરીને દર્શકોની વાહવાહી લૂંટી. પરંતુ સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’માં માધુરી દીક્ષિતને સલમાન ખાનની ભાભીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આ રોલને પછીથી તબ્બુએ કર્યો હતો. આ રોલને જાેઇને માધુરી દીક્ષિતે આખી ફિલ્મ જ ઠુકરાવી દીધી હતી. તેની પાછળ કારણ એ હતું કે ફિલ્મમાં સલમાન ખાને તેના ચરણ સ્પર્શ કરવાના હતાં. માધુરી દીક્ષિતને આ વાત પસંદ ન આવી. આ કારણે તેણે ફિલ્મ ઠુકરાવી દીધી હતી.
આ વિશે માધુરી દીક્ષિતે પોતે ઘણીવાર વાત કરી છે. માધુરી દીક્ષિતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હમ આપકે હૈ કૌન’ના ડાયરેક્ટર સૂરજ બડજાત્યા મને કાસ્ટ કરવા માગતા હતાં પરંતુ તે મૂંઝવણમાં હતાં કે હું કયો રોલ કરું. હું કરિશ્મા કપૂર અને સોનાલી બેંદ્રેનો રોલ કરી શકતી ન હતી કારણ કે અમારી ‘હમ આપકે હૈ કોન’ હિટ થઇ હતી. કારણ કે તે બાદ આગામી ફિલ્મમાં મારો રોલ સૂરજજી સાથે સારો હોવો જાેઇએ. હું એક ડગલું પાછળ હટીને રોલ કરવા માગતી ન હતી.
ઘણી લાંબી ચર્ચા બાદ મને તબ્બુનો રોલ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો. તેમાં એક સીન છે કે, સલમાન ખાન ભાભીના ચરણ સ્પર્શ કરે છે અને ભેટે છે. આ કારણે મેં તબ્બુનો રોલ કરવાથી ઇનકાર કરી દીધો. કારણ કે ‘હમ આપકે હૈ કૌન’ પછી અમારા રોમાન્સના ખૂબ વખાણ થયા હતાં તો સલમાન મારા ચરણ સ્પર્શ કરે તે મને યોગ્ય ન લાગ્યું. ૧૯૯૧માં સુપરહિટ રહી હતી બંનેની ફિલ્મઃ પછીથી માધુરી દીક્ષિતને સલમાન ખાનની ગર્લફ્રેન્ડનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સલમાન ખાનની જાેડી ખૂબ પસંદ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે સલમાન ખાન અને માધુરીની જાેડી બોલિવુડની સૌથી ચર્ચિત જાેડીઓમાંથી એક રહી છે.
બંનેની કેમેસ્ટ્રીને સ્ક્રિન પર ખૂબજ પસંદ કરવામાં આવી. બંને સાથે પહેલી ફિલ્મ ૧૯૯૧માં સાજન કરી હતી. તે બાદ ૧૯૯૩માં ‘દિલ તેરા આશિક’માં પણ સાથે કામ કર્યુ હતું. ૧૯૯૪માં આવેલી ‘હમ આપકે હૈ કૌન’ પણ સુપરહિટ ફિલ્મ રહી હતી. સલમાન અને માધુરીની જાેડી વર્ષ ૨૦૦૨માં ‘હમ તુમ્હારે હૈ સનમ’માં પણ જાેવા મળી હતી.SS1MS