કોરોનાના કારણે દેશમાં લૉકડાઉનનો ખોટો મેસેજ વાયરલ
નવી દિલ્હી, ચીન, જાપાન, અમેરિકા, કોરિયા સહિત કેટલાય દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેને જાેતા ભારતમાં પણ ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને સતર્ક રહેવા માટે કહી દીધું છએ. ચીન સહિત કેટલાય દેશોમાંથી આવતા મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કર્યો છે.
આ દરમિયાન દેશમાં કોરોનાને લઈને કેટલાય પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. હવે સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવાય છે કે, કોરોનાના કારણે દેશમાં લોકડાઉન લાગશે અને આગામી ૨૦ દિવસ સુધી સ્કૂલ/કોલેજ બંધ રહેશે.
આ વાયરલ સમાચારને પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ નકલી ગણાવ્યું છે. ટિ્વટર પર તેના વિશે પ્રતિક્રિયા આપતા પીઆઈબી ફેક્ટ ચેક યુનિટે કહ્યું કે, સોશિયલ મીડિયા પર કેટલાય સમાચારો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોવિડ- ૧૯ના કારણે દેશમાં લોકડાઉન લાગશે અને સ્કૂલ/કોલેજ બંધ રહેશે.
પીઆઈબીની ફેક્ટ ચેક યુનિટે કહ્યું કે, આ દાવો નકલી છે. કોવિડથી જાેડાયેલી આવી જાણકારી શેર કરતા પહેલા ફેક્ટ ચેક ચોક્કસથી કરો. કોરોનાના વધતા ખતરાને જાેતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડથી ભારતમાં કોઈ પણ એરપોર્ટ પર આવતા મુસાફરોને કોવિડ નેગેટિવ રિપોર્ટ હોવો ફરજિયાત છએ.
તેમાં કહેવાયું છે કે, ભલે જ તેમણે કોઈ પણ દેશની યાત્રા કરીને આવ્યા હોય. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યાના તાજા અપડેટ અનુસાર, દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪.૪૬ કરોડ નોંધાયેલી છે. સંક્રમણથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૫,૩૦,૭૦૭ છે.SS1MS