દિવાળીના કારણે મોટાભાગની ટ્રેનોમાં ‘નો રૂમ’ની સ્થિતિ છે: ટ્રેનોમાં ટિકિટ મળી રહી નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Diwali-1.webp)
અમદાવાદ, દિવાળીમાં ટીકીટ ન મળવાથી લોકો જીવના જાેખમે ટ્રેનમાં મુસાફરી કરવા મજબુર દિવાળીનો સમય હોવાથી ઘણી ટ્રેનમાં ‘નો રૂમ’ની સ્થિતિ છે. ‘નો રૂમ’ એટલે એવી સ્થિતિ જેથી જ્યાં ટ્રેન વેઇટિંગ ટિકિટ પણ ન આપે.
એક તરફ થોડા સમય પહેલા જ ૨૪ કલાકે ઓપરેશન ટિકિટમાં કઈ રીતે રેલવેના અધિકારીઓની રહેમો નજર હેઠળ બ્લેકમાં રિઝર્વેશન વેચાઈ રહી છે તેનો પર્દાફાશ કર્યો હતો. હવે આ દ્રશ્યો જુવો જેમાં લોકો દરવાજે લટકી જીવના જાેખમે મુસાફરી કરી રહી છે. આ સ્થિતિ માત્ર એક કે બે ટ્રેનમાં નથી પણ મોટાભાગની ટ્રેનમાં આજ સ્થિતિ છે.
દિવાળી આવે એટલે લોકો વતનની વાટ પકડે છે. આખુ વર્ષ અન્ય રાજ્યોમાં નોકરી કર્યા બાદ લોકો પોતાના વતનમાં જવા નીકળે છે. જેથી ટ્રેનોમાં સૌથી વધી ભીડ હોય છે. આવામાં લોકો આખા પરિવાર સાથે જવા નીકળે છે. તો કેટલાક લોકો ફરવા માટે નીકળે છે.
બંને પ્રકારના લોકોથી ટ્રેનમાં ભીડ ઉમટી પડે છે. પરંતું આ ભીડ બહુ જ જાેખમી બની રહે છે. ટ્રેનમાં ન માત્ર પુરુષો લાંબી મુસાફરી કરે છે, પણ મહિલાઓ અને બાળકો પણ આજ રીતે મુસાફરી કરવા મજબૂર બને છે.
બાંદ્રા જાેધપુર સુપરફેસ્ટમાં મુસાફરી કરતા એક પણ મુસાફરે ડીી ૨૪ કલાકને જણાવ્યું કે, આ દર વર્ષની સ્થિતિ છે. સામાન્ય રીતે કોઈ સ્થળ ઉપર ટ્રેન માટે વધુ ઘસારો હોય તો તેની જાણ મુખ્ય ઓથોરિટીને કરવાની હોય છે. જેથી એ રૂટ ઉપર સ્પેશિયલ ટ્રેન શરુ કરી શકાય. પણ આ ટ્રેનમાં ભીડ જાેઈને કહી શકાય કે કામગીરી થઇ નથી. માત્ર ગણતરીની સ્પેશિયલ ટ્રેન શરુ કરવામાં આવી છે.
હાલ ઘણી ટ્રેનોમાં ‘નો રૂમ’ની સ્થિતિ જાેવા મળી રહી છે. દિવાળીના સમયે વેકેશનના કારણે લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવા પોતાના વતન જાય એ સ્વાભાવિક છે, પણ તેમની આ ઈચ્છા પૂરી નથી થઇ રહી અથવા તો જાે જવું જ હોય તો જીવના જાેખમે જાઓ એવી સ્થિતિ છેહાલ આશ્રમ એક્સપ્રેસ, ગોરખપુર એક્સપ્રેસ, યોગા એક્સપ્રેસ જેવી ટ્રેનો આ સાથે અમદાવાદ પટના, અમદાવાદ પુરી, અમદાવાદ- દિલ્હી જનારી ટ્રેનોમાં પણ જુદા જુદા દિવસોએ ‘નો રૂમ’ની સ્થિતિ છે.
ઉલ્લેખનીય છે કે, દિવાળીને લઈ અમદાવાદથી પશ્ચિમ રેલવે ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. દિવાળીને લઈ જુદી જુદી ૪ ટ્રેન શરુ કરવામાં આવશે.
જેમાં બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેન અને વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ૪ ટ્રેન કુલ ૩૦ ફેરા મારશે. હાલ દિવાળીના કારણે મોટાભાગની ટ્રેનોમાં ‘નો રૂમ’ની સ્થિતિ છે. તેથી લોકોને રિઝર્વેશન ન મળતા આ ર્નિણય લેવામાં આવ્યો છે.HS1Ms