તેલના વધુ પડતા વપરાશના કારણે બીમારીઓનું પ્રમાણ ચિંતાનજક રીતે વધ્યું

ફરસાણના શોખીન ગુજરાતીઓ વર્ષે ૧૭પ કરોડ કિલો તેલ આરોગી જાય છે
નવીદિલ્હી, ગુજરાત અને ગુજરાતીઓ તેની ખાણીપીણી અને ખાવાા શોખ માટે જાણીતા છે. આ કારણથી ગુજરાતમાં તેલનો વપરાશ પણ દેશના અન્ય રાજયો કરતા ઘણો ઉંચો છે. દેશમાં ખાધતેલની વ્યકિતદીઠ ખપત સરેરાશ ર્વાષિક ૧૭ કિલો જેટલી છે.
તેની સામે ગુજરાતમાં તેલનો વ્યકિતદીઠ ર્વાષિક વપરાશ ર૭-ર૮ કિલોજેટલો છે. આ હિસાબે ગુજરાતીઓ દરવર્ષે ૧,૭પ,પ૦,૦૦,૦૦૦ કિલો ૧૭પ.પ૦ કરોડ કિલો તેલ ખાઈ જાય છે. ગુજરાતીઓના તેલના વધુ પડતા વપરાશના કારણે જીવનશલેને લગતી બીમારીઓનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહયું છે.
સોલ્વન્ટ એકસ્ટ્રેકટર્રસ એસોસીએશનના એકિઝકયુટીવ ડીરેકટર બી.વી.મહેતાએ જણાવ્યું કે ઘરની રસોઈ હોય કે પછી બહારના નાસ્તા, ગુજરાતમાં મોટાભાગની ખાણીપીણીમાં તેલનો ઉપયોગ બહુ થાય છે. આથી ગુજરાતનું પર કેપીટા કન્ઝમ્પશન દેશના અન્ય રાજયો કતા ઘણું ઉચું છે.
ભાવ મુજબ તેલની વેરાયટી પસંદ કરાય છે ઃ અંકુર ઓઈલ ઈન્ડસ્ટ્રીના મેનેજીગ ડીરેકટર પ્રદીપ ખેતાણીએ કહયું કે, ગુજરાતીઓ ખાવાના શોખીન છે. તેના કારણે રાજયમાં તેલની ખપતા વધુ છે. આપણી મોટાભાગની વાનગીઓ અને ગાઠીયા થેપલા પુરી, ચેવડો સહીતના નાસ્તાતળેલા હોય છે.
દરેક વર્ગના લોકોમાં તેલ વધુ ખવાય છે. છેલ્લા અમુક વર્ષોથી ભાવ મુજબ ઘર માટે તેલની વેરાયટી પસંદ કરવામાં આવે છે. અત્યારે સિગતેલ મોઘું છે. તો લોકો સનફલાવર તેલ તરફ વળ્યા છે. સીગતેલ સસ્તુ થશે તો ફી તેની ખપત વધી જશે. ભાવ મુજબ પોતાની ક્ષમતા મુજબ લોકો તેલની વેરાયટી પસંદ કરે છે.
વ્યકિતદીઠ વર્ષે ૧ર-૧૩ કિલો તેલ ખાવું આદર્શ ઃ આસ્થામલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ડો.રવીન્દ્ર પરમારે જણાવ્યું કે, આદર્શ રીતે વ્યકિતદીઠ વર્ષે ૧ર-૧૩ કિલો તેલ ખાવુ જાેઈએ. એની સામે ગુજરાતમાં વપરાશ બમણા છે. ઉપરાંત ગુજરાતમાં કપાસીયા જેવા તેલ જેવા હાઈફેટ તેલનો વપરાશ ઘણો વધારે છે. વધુ તેલ ખાતા હોવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે છે.
અને હૃદયમાં બ્લોકેજ થાય છે. આ સિવાય બહારનું ખાવામાં પામોલીન તેલનો ઉપયોગ વધારે થાય છે. જેનો વારંવાર ઉપયોગ થાય છે. આ પ્રકારના તેલ ખાવાથી કેન્સર ખાવાના ચાન્સીસ વધે છે.
મહીલાઓમાં હોર્મોનલ ચેન્જીસ વધ્યા ઃ ન્યુટિશનિસ્ટ હુમા વોરાએ જણાવ્યું કે તેલના વધુ પડતા વપરાશના લીધે કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધીત જીવનશૈલી લગતા રોગો થયાના ચાન્સીસ વધી જાય છે. તેલના વધુ વપરાશથી મહીલાઓમાં અસંતુલીત હોર્મોન્સની સમસ્યા વધી છે.
જેના કારણે અનિયમીત પીરીયડ અઅને મુડ સ્વીગ સહીતની મુશ્કલીઓ સામે આવી રહી છે. બાળકોમાં પ તેની ખરાબ અસર જાેવા મળી રહી છે. ફીઝીકલ એકટીવીટીી ઓછી થઈ હોવાથી બાળકોમાં કોન્સન્ટ્રેશન અને ડીપ્રેશનના પ્રોબ્લેમ વધ્યા છે.