Western Times News

Gujarati News

મોંઘવારીને કારણે આટલા જ વર્ષમાં તમારા 1 લાખના 25 હજાર થઈ જશે

ધંધામાં નુકશાન કર્યુ હોય તો,  કહેવાય છે કે લાખના 12 હજાર કર્યા.  પણ આ તો કશું કર્યા વગર જ મોંઘવારીને કારણે 20 વર્ષમાં  લાખના 25 હજાર થઈ જશે. 

મોંઘવારી તમારી બચતોને કોરી ખાય છેઃ એક લાખ કેવી રીતે થઈ જશે રૂપિયા 25000? -ફન્ટલાઈન શેરોમાં રોકાણ, મ્યુચ્યુઅલફંડોમા રોકાણ સારુ આપે છે. અને તમારી બચતો ઉપર તગડુ વળતર આપે છે

નવીદિલ્હી, દેશ અને દુનિયામાં ફુગાવાનો દર ચિંતાજનક સ્થિતી ધારણ કરી રહયો છે. કમાણીનું યોગ્ય રીતે રોકાણ કરવામાં ન આવે તો આ કમાણીને મોઘવારી કોરી ખાશે. ચાલો સમજીએ મોઘવારી તમારી કમાણીને કેવી રીતે ઉધઈની જેમ કોરી ખાઈ રહી છે.

ધંધામાં નુકશાન કર્યુ હોય તો,  કહેવાય છે કે લાખના 12 હજાર કર્યા.  પણ આ તો કશું કર્યા વગર જ મોંઘવારીને કારણે 20 વર્ષમાં  લાખના 25 હજાર થઈ જશે.

ખરીદ શકિત અને ફુગાવા વચ્ચે ધનીષ્ઠ સંબંધ રહેલો છે. ભારતમાં ફુગાવાનો દર ૭ ટકા છે. આ સંજાેગોમાં તમારી પાસે રહેલા પૈસા એક રીતે જાેવા જઈએ તો પ્રતી વર્ષ ૭ ટકા દરથી મુલ્ય ગુમાવી રહયા છે. એટલે કે તમારી પાસે રૂપિયા ૧૦૦ છે અને ફુગાવાના દર ૭ ટકા છે તો એક વર્ષ બાદ તમારી પાસે રહેલા રૂપિયા ૧૦૦ની ખરીદ શકિતનું મુલ્ય ફકત ૯૩ થઈ જશે.

એવી જરીતે તમારી પાસે જાે તમારી પાસે એક લાખ રૂપિયા છે તો તેનુું મુલ્ય આ ગણતરી પ્રમાણે અડધુ એટલે કે રૂપિયા પ૦ હજાર થઈ જશે. ૧પ વર્ષમાં તે રૂપિયા ૩૬ હજાર અને આગામી ર૦ વર્ષમાં આ મુડીનું મુલ્ય ફકત રૂપિયા રપ હજાર થઈ જશે.
સામાન્ય રીતે ફુગાવાજનક સ્થિતીથી બચવા ભારતમાં લોકો સદીઓથી સોનાઅને ચાંદી જેવા કિમતી ધાતુઓના રોકાણ કરે છે.

આ કિંમતી ધાતુઓ વધતી મોઘવારી પ્રમાણે કિમતમાં વધારો નોધાવે છે. અલબત્ત છેલ્લા બે વર્ષ દરમ્યાન સોના અને ચાંદીની કિમતને જાેવામાં આવે તો તેમણે લગભગ શૂન્ય અથવા તો નકારાત્મક વળતર આપ્યું છે. આ ઉપરાંત વ્યાજની કમાણી પણ કઈક હસ્તક ફુગાવાજન્ય સ્થિતીમાં તમારા નાણાના ધોવાણની સ્થિતીથી બચાવે છે.

જેમ કે ૭ ટકા અથવા ૮ ટકા વ્યાજ લાંબા ગાળે તમારી મુડીને સુરક્ષીત રાખવા ઉપરાંત સંપૂર્ણ નહી તો કંઈક હસ્તક ફુગાવાની સ્થિતીમાં વધતા ફુગાવા પ્રમાણે વળતર પણ એટલું જ આઅપે છે. ભારતીય શેરબજારનો ઈતિહાસ તપાસીએ તો તેણે રોકાણકારોને ખુબ જ સારું વળતર આપ્યું છે.

ફન્ટલાઈન શેરોમાં રોકાણ, મ્યુચ્યુઅલફંડોમા રોકાણ સારુ આપે છે. અને તમારી બચતો ઉપર તગડુ વળતર આપે છે. આ રીતે પણ ફુગાવાની સ્થિતીમાં મધ્યમથી લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખવાથી સારૂ વળતર મળી રહે છે. બોનસ,ડિવીડન્ડ સહીતના લાભો પણ મળે છે.

આ સેકટરમાં પણ રોકાણ કંઈક હસ્તક ફુગાવાજન્ય સ્થિતીમાં યોગ્ય વળતર આપી શકે છે. અથવા તો નાણાંને મૂલ્યને જાળવી રાખવામાં મદદરૂપ બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.