ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન વિરપુરમાં લાંબી લાઈનો લાગી

પ્રતિકાત્મક
નડિયાદ, વિરપુર તાલુકામાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો વહેલી સવારથી જ લાગી જાય છે. શલાઈના લાંબી હોવાથી ખેડૂતોને કલાકો સુધી રાહ જાવાનો વારો પણ આવ્યો છે. જયારે કેટલાય ખેડૂતોને તો ખાતર લીધા સિવાય જવુ પડે છે. દર વર્ષે આ પ્રમાણેની Âસ્થતી સર્જાય છે તો પછી સરકાર દ્વારા યોગ્ય આયોજન કેમ કરવામાં આવતું નથી તે બાબતને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
વિરપુર તાલુકા મથકના ખાતર ડેપો પર યુરિયા ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો જાવા મળી હતી રવી સીઝનની શરૂઆત થતાં ખાતરની તાતી જરૂરિયાત ઉભી થતાં વિરપુર ખાતર ડેપો પર યુરિયા ખાતર આવ્યાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી ખાતર ડેપો ઉપર ઉમટી પડયા હતા.
હાલમાં રવિ સિઝનમાં ખાસ યુરિયા ખાતરની જરૂરિયાત હોય છે એવામાં માવઠું પડતા ખેડૂતોને બમણો માર પડી રહ્યો છે ખેડૂતોને દર વર્ષે લાઈનોમાં જ ઉભા રહેવાનો વારો આવે છે.
સરકાર પાસે ખેડૂતોની માહિતી હોય તો પછી ખાતર આપવામાં કેમ આયોજન કરવામાં આવતું નહીં હોય, દર વર્ષે ખેડૂતોને કેમ લાઈનોમાં ઉભા રહેવું પડે છે, તે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો.