Western Times News

Gujarati News

પાલનપુરમાં રોડની હાલત બિસ્માર થતાં મહિલાઓએ ચક્કાજામ કર્યું

પ્રતિકાત્મક

પાલનપુર, પાલનપુરના હરીપુરા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને સ્થાનિકો રોડ પર ઉતર્યા હતા. મહિલાઓએ રોડ ચક્કાજામ કરી અને પાલનપુર નગરપાલિકા સામે વિરોધ નોંધાયો હતો. નગરપાલિકાના સત્તાધીશો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.

આ અંગેની વિગતો મુજબ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા હરીપુરા વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી મુખ્ય રોડ બિસ્માર જાેવા મળી રહ્યો છે. રોડનું કામ શરૂ કર્યા બાદ પૂર્ણ કરવામા આવ્યું નથી અને ચોમાસા દરમિયાન રોડમાં મોટા ખાડા પડી ગયા છે. ગટરના પાણી રોડ ઉપર ભરાઈ રહ્યા છે અને જેના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે.

સ્કુલમાં જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અનેકવાર બાળકોના કપડાંઓ બગડી રહ્યા છે અનેક વૃદ્ધો તેમજ ગર્ભવતી મહિલાઓને ચાલવું મુશ્કેલ બન્યું છે પાલનપુર નગરપાલિકામાં અનેકવાર રજુઆતો કરવા છતા આ રોડની કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકો રોડ ઉપર ઉતર્યા હતા અને રોડ ચક્કાજામ કરી મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.

હરીપુરા વિસ્તારની મહિલાઓએ રોડ ઉપર ઉતરી અને સ્થાનિક કોર્પોરેટર તેમજ પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવી ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુર હરીપુરા વિસ્તાર અનેક સુવિધાઓથી વંચિત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

પીવાનાપાણીની સમસ્યા છે રોડ ઉપર ખાડા પડી ગયા છે ગટર ઉભરાઈ રહી છે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ચૂંટણી સમયે માત્ર વોટ લેવા આવે છે પરંતુ હરીપુરા વિસ્તારમાં કોઈ કામ કરતું ન હોવાના મહિલાઓએ આક્ષેપ પણ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.