ટામેટાનો બમ્પર પાક થવાને કારણે જગતના તાત ખેડુતને યોગ્ય ભાવ નહીં મળતા મુશ્કેલી ઉભી થઇ
ભોપાલ, દેશના એક રાજ્યમાં ટામેટાનો બમ્પર પાક થવાને કારણે જગતના તાત ખેડુતને યોગ્ય ભાવ નહીં મળતા મુશ્કેલી ઉભી થઇ રહી છે. ખેડુતોને એ વિમાસણ ઉભી થઇ છે કે કિલો દીઠ ૧ રૂપિયાથી પણ ઓછો ભાવ મળી રહ્યો છે એવામાં તેમની લાગત પણ નિકળતી નથી.
ખેડૂતોને એક કેરેટ ટામેટાનો ભાવ રૂ.૨૦-૩૦ સુધી જ મળી રહ્યો છે. તે પ્રતિ કિલો એક રૂપિયાથી પણ ઓછો છે. ખેડુતોને મળી રહેલા ભાવમાં લાગત તો દુરની વાત છે, પરંતુ તેમની ટામેટા તોડવાની મજૂરીનો ખર્ચ પણ નિકળતો નથી.
આવી સ્થિતિમાં ખેડૂતો હતાશ પરેશાન નજરે પડી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં ખેડૂતો મોટા પાયે ટામેટાંની ખેતી કરે છે. જાે કે આ વર્ષે ખેડૂતોને ટામેટાના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. ખેડૂતો ટામેટાના પાકની મજૂરી પણ નિકળી શકતી નથી.
જાણવા મળેલી વિગત મુજબ મધ્ય પ્રદેશમાં ડિસેમ્બર મહિનામાં ટામેટાંની આવકમાં જબરદસ્ત વધારો થયો છે જેને કારણે હોલસેલ માર્કેટમાં ભાવ ગગડી ગયા છે. ડેપ્યુટી ડાયરેક્ટર હોર્ટિકલ્ચર એમએલ ઉઇકેના જણાવ્યા અનુસાર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ટામેટાંની આવકમાં વધારો થવાને કારણે ભાવ ઘટી જતા હોય છે.
તેમણે ટામેટાંની ખેતી કરતા ખેડુતોને અપીલ કરી છે કે તેઓ ટામેટાંનો સોસ કેચઅપ અથવા ટામેટાંને સુકવીને સુકાઇ બનાવીને લાભ મેળવી શકે છે.આને કારણે ખેડુતોને નિશ્ચિત નફો મળશે. ઉડકેએ આગળ કહ્યુ કે ખેડુતો માટે એક વિભાગ છે તેમાં વ્યક્તિગત લાભાર્થીને વધુમાં વધુ ૩૦ લાખના પ્રોજેક્ટ પર ૧૦ લાખની ગ્રાન્ટ આપવાની જાેગવાઈ છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો ટામેટાંમાંથી તેમની આવક વધારી શકે છે.
ટામેટાંની ખેતી કરતા એક ખેડુતે કહ્યું હતું કે આ વખતે ટામેટાં હોલસેલ માર્કેટમાં ૧ થી ૨ રૂપિયમાં વેચાઇ રહ્યા છે.કેટલીક જાતોમાં તો ૧ રૂપિયાથી પણ ઓછો ભાવ મળે છે. આવા સંજાેગોમાં લાગત તો નિકળતી જ નથી, પણ મજૂરી પણ છુટતી નથી.
ખેડુતે કહ્યુ કે ટામેટાંની ખેતીમાં એકર દીઠ ૧ લાખ રૂપિયાનો ખર્ચો આવે છે અને મજૂરી ૩૦૦ રૂપિયા ચુકવવી પડે છે. ખેડુતોને તો કિલોએ ૧ રૂપિયો પણ મળતો નથી, પરંતુ રિટેલ માર્કેટમાં ટામેટા કિલોએ ૧૦થી ૧૫ રૂપિયામાં વેચાઇ છે.HS1MS