ગરમીના લીધે પોરબંદરવાસીઓ પરિવાર સાથે ચોપાટી ખાતે ઉમટ્યા

પોરબંદર, સહિત રાજયભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, પોરબંદરમાં આકરી ગરમી અને અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ થયા છે. આખો દિવસ ગરમીથી ત્રસ્ત પોરબંદરવાસીઓ સાંજના સમયે ગરમીથી રાહત મેળવવા માટે ચોપાટી ખાતે પહોંચી જાય છે, ઘૂઘવતા સાગર કિનારે ઠંડી હવાનો આનંદ લૂંટે છે.
મોડી રાત સુધી પોરબંદરવાસીઓ પરિવાર સાથે ચોપાટી ખાતે ઉમટી પડે છે. તો ગોલા અને આઇસ્ક્રીમનો પણ આનંદ માણે છે. કુદરતે પોરબંદરને રળીયામણો દરીયા કિનારો આપ્યો છે જેને ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાહત મળે છે. પોરબંદર શહેર દરિયાકાંઠે વસેલુ શહેર હોવા છતાં અહીં છેલ્લા કેટલાક વર્ષોથી ગરમી પડી રહી છે. આ વર્ષ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો હતો સતત પોરબંદરમાં આકરા તાપની સાથે બફારો પણ જાેવા મળે છે.
જેને કારણે લોકો અકળાઈ ઉઠે છે. પોરબંદરવાસીઓ બાર માસ ચોપાટી ખાતે ઉમટી પડે છે ઉનાળાના સમયમાં સાંજે ગરમીથી રાહત મેળવવા ચોપાટી ખાતે પહોચે છે તો શિયાળાના સમયમાં સવાર -સાંજ વોકિંગ માટે પહોંચી જાય છે અને ચોમાસાના સમયમાં વરસાદની મજા માણવા ચોપાટીની પસંદગી કરે છે આ રીતે પોરબંદરવાસીઓ માટે ચોપાટી આર્શીવાદ સમાન છે.SS1MS