આ કારણે ઉત્તરપ્રદેશમાં અનેક IAS અધિકારીઓની બદલીઓ કરાઈ

(એજન્સી)લખનૌ, યુપી સરકારે ઝાંસીના વિભાગીય કમિશનર તેમજ ૧૦ જિલ્લાના ડીએમ સહિત ૧૪ આઈ.એ.એસ ઓફિસરોની બદલી કરતા નવી તૈનાતી આપી છે. જેમાં ચંદૌલી ડી.એમ સંજીવ સિંહને વેઈટિંગ લિસ્ટમાં મૂકી દીધા છે.
ઝાંસીમાં ઈન્ચાર્જ ડિવિઝનલ કમિશનર બનાવવામાં આવેલા ડો.આદર્શ સિંહ ૨૧મીએ ચાર્જ સંભાળશે ત્યાં સુધી સંજય ગોયલ ડિવિઝનલ કમિશનર તરીકે કામ કરતા રહેશે.આ સિવાય હરદોઈ, બારાબંકી, મિર્ઝાપુર, ગાઝીપુર,આગ્રા, ચંદૌલી, મથુરા,પીલીભીત,ભદોહી અને સંત કબીરનગરમાં નવા જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી છે.
જેમાં બારાબંકીના ડી.એમ ડો.આદર્શ સિંહને ડિવિઝનલ કમિશનર તરીકે ઝાંસી ડિવિઝનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જયારે મંગલા પ્રસાદ સિંહને ડી.એમ ગાઝીપુરથી ડી.એમ હરદોઈ, અવિનાશ કુમારને ડી.એમ હરદોઈથી ડીએમ બારાબંકી,દિવ્યા મિત્તલને ડી.એમ સંત કબીરનગરથી ડી.એમ મિર્ઝાપુર બનાવવામાં આવ્યા છે.
આર્યકા અખોરીને ડી.એમ ભદોહીથી ડી.એમ ગાઝીપુર, નવનીતસિંહ ચહલને ડી.એમ આગ્રામાંથી ડી.એમ મથુરા,ઈશા દુહાનને વારાણસી વિકાસ સત્તામંડળના ઉપપ્રમુખ,ડી.એમ ચંદૌલી,પુલકિત ખરેને ડી.એમ મથુરાથી ડી.એમ પીલીભીત બનાવવામાં આવ્યા છે.જ્યારે પ્રવીણકુમાર લક્ષકરને ડી.એમ મિર્ઝાપુરથી પીલીભીત ડી.એમ, પ્રેમરંજન સિંહને ગોરખપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના વી.સી અને ડી.એમ સંત કબીરનગર બનાવવામાં આવ્યા છે.