Western Times News

Gujarati News

આ કારણસર બરોડા ડેરીની ચૂંટણી મુલતવી રહી

ચૂંટણી અધિકારી ગેરહાજર રહેતા -આગામી ૩ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે

વડોદરા, વડોદરા શહેરની મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જાેકે ચૂંટણી અધિકારી કોઈપણ કારણસર હાજર ના રહેતા ચૂંટણી મુલતવી રહી હતી. હવે આગામી તારીખ ૩જી જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. Due to this reason, Baroda Dairy elections were postponed

ભાજપના પ્રભારી રાજેશ પાઠક મેન્ડેટ લઈને આવ્યા હતા પરંતુ મોટાભાગના ડિરેકટરોએ વિરોધ કરતા પ્રભારી વન બાય વન ડિરેકટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સફળતા મળી નહોતી, બીજી બાજુ કોંગ્રેસના ડિરેકટરે ચૂંટણી નહિ યોજવામાં આવે તો બરોડા ડેરીના બિલ્ડિંગ પરથી પડતુ મુકી આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

બરોડા ડેરીના હાલના પ્રમુખ તરીકે સતીષ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ક્રીપાલસિંહ છે જેમની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ડેરી ખાતે આગામી અઢી વર્ષ માટે ચૂંટણી યોજાનાર હતી જેમાં ભાજપ પ્રભારી રાજેશ પાઠક મેન્ડેડ લઈને આવ્યા હતા. કેટલાક ભાજપના ડાયરેકટરોએ વિરોધ નોંધાવ્યો હતો બીજી બાજુ ચૂંટણી અધિકારી કોઈ કારણસર હાજર રહ્યા નહોતા જેથી આગામી તારીખ ૩ જુલાઈના દિવસે ચૂંટણી યોજાનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.