Western Times News

Gujarati News

આ કારણસર ઘટી રહ્યા છે સિંગતેલના ભાવ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જાેવા મળતો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. થોડા દિવસ પહેલા ફક્ત ચાર દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. ૧૯૦નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલાઈ ગયો હતો. Due to this reason- the prices of single oil are falling

પરંતુ આંશિક ભાવ ઘટાડો થતાં ગૃહીણીઓમાં થોડી રાહત થઈ છે.સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યાં છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે જેમાં ડબ્બામાં રૂપિયા ૨૦નો ઘટાડો થયો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલનો ડબ્બો ૩૦ રૂપિયા જેટલો સસ્તો થયો છે.

થોડા દિવસ પહેલા ૨૮૬૦થી ૨૯૧૦ રૂપિયા સુધી ભાવ પહોંચ્યો હતો. હવે સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૮૪૦થી ૨૮૯૦ રૂપિયા થયો છે. સિંગતેલના ભાવમાં સતત વધાર થતો હતો જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી ૩૦ રૂપિયા ઘટતા મધ્યમ વર્ગેને થોડી રાહત મળી છે. ગત ૧૭ ફેબ્રુઆરીએ સતત ચોથા દિવસે સિંગતેલના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. જેમાં ૧૭ ફેબ્રુઆરીએ સિંગતેલના ભાવમાં રૂ.૪૦નો વધારો થયો હતો. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨૯૪૦ પર પહોચ્યો હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.