Western Times News

Gujarati News

ટીનાને કારણે ફરી એકવાર થઈ MC Stan અને શાલિન ભનોટની લડાઈ

મુંબઈ, બિગ બોસ ૧૬ના ગત એપિસોડમાં તમે જાેયું હશે કે એક અઠવાડિયા માટે સૌંદર્યા શર્મા, એમસી સ્ટેન અને સૃજિતા ઘરના કેપ્ટન બનશે.

અનેક ઉતાર-યઢાવ અને બિગ બોસની દખલગીરી પછી આ કેપ્ટનની પસંદગી થઈ છે. હંમેશાની જેમ ઘરના સભ્યોમાં એકબીજા પ્રત્યે નારાજગી પણ જાેવા મળી છે. સાજિદ ખાન પણ સૌંદર્યાથી નારાજ છે, કારણકે સાજિદ ખાને પોતાના ઘરેથી આવેલો લેટર જવા દઈને સૌંદર્યા માટે કેપ્ટન્સી પસંદ કરી હતી. પરંતુ સૌંદર્યાએ સાજિદ ખાનને જ રેસમાંથી બહાર કરી દીધો.

કેપ્ટન તો બની ગયા, હવે થશે નોમિનેશન માટેની લડાઈ. ગત એપિસોડના અંતમાં જ જાેવા મળ્યુ હતું કે કેપ્ટન રુમમાં બેસીને શિવ, સુમ્બુલ, નિમૃત, અર્ચના, સૌંદર્યા, સ્ટેન વગેરે ભેગા મળીને નક્કી કરે છે કે કોઈપણ રીતે અંકિતને ઘરમાંથી નીકાળવાનો છે.

જાે અંકિત નીકળી જશે તો પ્રિયંકા એકલી પડી જશે. નોમિનેશન ટાસ્કમાં પણ આ લોકો મળીને પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાને ટાર્ગેટ કરશે. પણ વિવાદ ત્યારે થશે જ્યારે એમસી સ્ટેન ટીના દત્તાનું નામ લેશે. મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે.

પ્રોમોમાં જાેઈ શકાય છે કે ઘરના તમામ સભ્યોને એક્ટિવિટી એરિયામાં એકત્રિત કરવામાં આવ્યા છે. અર્ચના ગૌતમ કહે છે કે, મારે તારી સાથે આમને સામને રમવું છે, કોઈ સહારા વગર. અંકિત કહે છે, તુ પણ આવી જા, આ રહ્યો મારો ખભો, તુ પણ રડી લે. ત્યારપછી સુમ્બુલ, સૌંદર્યા, શિવ અને નિમૃત એક એક કરીને પ્રિયંકા અને અંકિતને નોમિનેટ કરે છે.

આ જાેઈને પ્રિયંકા કહે છે કે, આજે તો મને પહેલીવાર નોમિનેશન્સમાં મજા આવી રહી છે. ત્યારપછી એમસી સ્ટેન આવે છે અને તે ટીના દત્તાને નોમિનેટ કરે છે. ઉલ્લેખનીય છે કે સ્ટેન અને ટીના વચ્ચે સારી મિત્રતા છે. તેઓ ઘણી વાર બેસીને એકબીજા સાથે વાતો કરતા હોય છે. આટલુ જ નહીં, સ્ટેન ટીનાને ટિન્ઝી કહીને બોલાવે છે. પોતાનું નામ નોમિનેશનમાં સાંભળીને ટીના પણ ચોંકી જાય છે.

સ્ટેન કારણ આપે છે કે તુ તારી વાત પરથી ફરી ગઈ હતી માટે હું તને નોમિનેટ કરુ છું. શાલિન વચ્ચે પડીને કહે છે કે, સ્ટેન આટલો ઉદ્ધત કેમ થઈ રહ્યો છે. સ્ટેન પણ કહે છે કે, તુ વચ્ચે ના બોલ.

ટીના દત્તા વાત સ્ટેનના ઘરેણા પણ લઈ જાય છે. તે કહે છે કે, આ ઘરેણાની પાછળ અલગ જ ચહેરો છે. આ સાંભળીને સ્ટેન કહે છે કે, ઘરેણાંની વાત ના કર, આનામાં તારુ આખું ઘર ચાલી જશે. તમને જણાવી દઈએ કે, એમસી સ્ટેનનો ડાયલોગ એક ખૂબ વાયરલ થયો છે, જેમાં તે કહે છે કે, ૮૦,૦૦૦ના જૂતા છે તેમાં તારું ઘર ચાલી જશે. સોશિયલ મીડિયા પર આ ડાયલોગ ખૂબ ચાલી રહ્યો છે.

હવે બિગ બોસના ઘરની વાત કરીએ તો, સ્ટેનની આ વાત સાંભળીને શાલિનને વધારે ગુસ્સો આવે છે, તે કહે છે કે હોશિયાર બનવાની તારે જરૂર નથી. હું તારી સાથે વાત નથી કરતો. સ્ટેન પણ કહે છે કે, અહીં તારે અભિનય કરવાની જરૂર નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.