Western Times News

Gujarati News

ડમ્પીંગ સાઈડની સમસ્યાથી ભરૂચમાં ગંદકીનું સામ્રાજ્ય

dumping site issue in Bharuch

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકામા છેલ્લા ઘણા સમયથી ડમ્પીંગ સાઈડનો વિવાદ ગ્રામજનોના વિરોધનાં કારણે વકર્યો છે.જેથી ઘન કચરાનાં નિકાલની સમસ્યા સર્જાવા પામી છે.જેથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે.ઘન કચરાના નિકાલની સમસ્યાના કાયમી નિવારણ માટે ની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારોમાં ઓપન ડમ્પીંગ ઊભી કરી દીધી હતી.પરંતુ તાજેતરમાં જ વરસેલા વરસાદના કારણે ઘન કચરાની દુર્ગંધથી કેટલાય ગામોમાં રોગચાળો ફાટી નીકળતા ગ્રામજનો એ વિરોધ કરતા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ઉભી કરેલી થામ પાસેની ડમ્પિંગ સાઈડ તાબડતોબ બંધ કરાવી હતી.

ડમ્પીંગ સાઈડ બંધ કરાવતા ભરૂચ નગરપાલિકા ફરી એકવાર ઘન કચરાના નિકાલ માટે મૂંઝવણમાં મુકાઈ હતી અને ઠેર ઠેર ઉભરાતી કચરા પેટી તેમજ ગંદકીના ખડકાયેલા ગંજ થી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

ભરૂચ નગરપાલિકાની સાયખા ખાતેની વૈજ્ઞાનિક ઢબે ઘન કચરાના નિકાલ ની વ્યવસ્થા લાબા સમય બાદ પણ હજુ શરૂ થઈ ન હોવાથી દર બે ત્રણ મહિને કામચલાઉ ઊભી કરાતી ડમ્પીંગ સાઈટ થી સમસ્યા સર્જાતી રહે છે.ત્યારે આ સમસ્યા ના કાયમી નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવે તેમ વિપક્ષ ના સભ્યો માંગ કરી રહ્યા છે.

ડમ્પીંગ સાઈડો બંધ કરાવતા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના અધિકારીઓ અને કોંગ્રેસના નગરસેવક ડમ્પીંગ સાઈડ ૧૫ દિવસ માટે ચાલુ રાખવા માટે સમજાવવા માટે પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે બેઠક કરતા ગ્રામજનોએ પણ અધિકારીઓને પદાધિકારીઓને ગામમાં ૧૫થી ૧૭ લોકો ઝાડા ઉલટીના વાવડમાં સપડાયા છે.

તમારી ડમ્પિંગ સાઈડ હવા પ્રદુષણના કારણે કેટલાય ગામોના લોકો બીમાર પડ્યા છે અને જાે ડમ્પીંગ સાઈડ ચાલુ રાખી તો આખા ગામના લોકો રસ્તા ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આમ હાલ તો શાસક વિપક્ષના સયુંકત પ્રયાસ બાદ પણ પાલિકાના ઘન કચરાની સમસ્યાનું નિવારણ થયુ નથી ત્યારે આ મુદ્દે શું સ્થિતિ સર્જાય છે તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.