ડુપ્લીકેશન બિલ બનાવવા દબાણ કરતા હોવાનું આક્ષેપ કરનાર ઈજનેરની ભરૂચ ખાતે બદલી
ડુપ્લીકેશન બિલ બનાવવા દબાણ કરતા હોવાનું આક્ષેપ કરનાર ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેરની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી.
(વિરલ રાણા ) ભરૂચ,ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ પડવાણીયા ગ્રામ પંચાયતના રણજીતભાઈના ઘરથી બનેલ ગટરલાઈનનું ડુપ્લિકેશન બીલ બનાવવા દબાણ કરતા હોવાનું ધારાસભ્ય છોટુભાઈ વસાવા
તથા તાલુકા પંચાયતના સદસ્ય બાલુભાઈ વસાવા તથા પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીમાબેન વસાવા સમક્ષ કબુલાતનામુ લખી આપનાર શિવમ રાંદેરી અધિક મદદનીશ ઝઘડિયા તાલુકા પંચાયતના ઘટસ્ફોટ થી ઝઘડિયા તાલુકા ભાજપ તથા ઝઘડિયા તાલુકાભરમાં હડકંપ મચી ગયો હતો.
શિવમ રાંદેરી ના ઘટસ્ફોટ બાદ ગતરોજ તેની ઝઘડિયા તાલુકા પંચાયતમાંથી બદલી કરવામાં આવી છે અને હાલ તેને ભરૂચ ખાતે ફરજ પર મુકાયો હોવાનો પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.
હાલમાં ઝઘડિયા તાલુકા પંચાયત ખાતે અધિક મદદનીશ ઈજનેરની જગ્યા ખાલી હોય અન્ય અને ચાર્જ સોંપવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.