નકલી RR કાબેલ પ્રોડક્ટ્સ વેચનારનો પર્દાફાશ, આરોપીની ધરપકડ
અમદાવાદ, અમદાવાદમાં ગાંધી રોડ ઉપર વિનાયક ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં આરઆર કાબેલના નકલી વાયર અને કેબલનું વેચાણ કરતાં વ્યક્તિની કાલુપર પોલીસે રેડ કરીને ધરપકડ કરી છે. એક સૂચના બાદ આ મામલે તપાસ હાથ ધરાયા બાદ ધરપકડ કરાઇ છે. પોલીસે નકલી વાયર અને કેબલના 17 બોક્સ જપ્ત કર્યાં છે તથા માલીક કમલેશ હશનાનંદ કોરવાની સામે કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 51,63 હેઠળ દાવો મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો.
1.25 બિલિયન યુએસ ડોલરનું કદ ધરાવતા સમૂહના ભાગરૂપે આરઆર કાબેલ ભારતમાં ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં ડુપ્લિકેશન અને સબ-સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સના વેચાણની સામે અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. ભારતમાં વાયર્સ અને કેબલ્સ ઉદ્યોગમાં અગ્રેસર કંપની વાયર ડિઝાઇન અને એન્જિનિયરીંગમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે સતત પ્રયાસરત છે.
તેની પ્રોડક્ટ્સ આરઇએસીએચ (રજીસ્ટ્રેશન ઇવેલ્યુએશન ઓથોરાઇઝેશન ઓફ કેમિકલ સબસ્ટાન્સ) અને આરઓએચએસ (રિસ્ટ્રિક્શન ઓફ હેઝાર્ડસ સબસ્ટાન્સ) નિર્દેશોનું પણ પાલન કરે છે. કંપનીએ તેની પ્રોડક્ટ્સ વૈશ્વિક માર્ગદર્શિકાઓ અને ધોરણોનું પાલન કરે તે સુનિશ્ચિત કરતા વ્યાપક સંશોધન અને વિકાસ હાંસલ કર્યો છે.