કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોએ કરોડો રૂપિયાના ખોટા બિલ મંજુર કરાવ્યા

પ્રતિકાત્મક
કોર્પોરેશને એમ.ઓ.યુ. કરેલી હોસ્પિટલોએ તેમના સ્ટાફને જ એએમસી ક્વોટામાં દાખલ કરી ખોટા બિલો રજુ કર્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. કોર્પોરેશન તરફથી સદ્ર હોસ્પીટલોને ખાલી બેડ, જનરલ વોર્ડ, આઈ.સી.યુ. વગેરે માટે અલગ-અલગ રકમ ચુકવવામાં આવતી હતી. During the Corona era, private hospitals approved false bills amounting to crores of rupees
કોરોના મહામારી દરમ્યાન આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કેટલાક લોકોએ મૃત્યુનો પણ મલાજાે જાળવ્યો ન હોવાના આક્ષેપ પણ થતા રહયા છે. જયારે કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ દર્દીઓની સેવાના નામે વ્યાપક ગેરરીતિઓ કરી છે તથા ખોટા પેશન્ટ અને ખોટા બીલો દર્શાવી મનપા પાસેથી મોટી રકમ ઘર ભેગી કરી છે.
મ્યુનિ. કોર્પોરેશનના ઉતર- પશ્ચિમ ઝોનની ચાર-પાંચ હોસ્પીટલોએ જ આ પ્રકારની ગેરરીતિ આચરી અંદાજે રૂા.૧.રપ કરોડના ખોટા બીલો રજુ કરી પેમેન્ટ લીધા છે. મનપા દ્વારા સદ્ર રકમ પરત લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે હોસ્પીટલોએ ખોટા બીલો મંજુર કરાવ્યા છે.
કોરોનાના કપરા સમયમાં દર્દીઓની સારવાર કરવાના બદલે કેટલીક હોસ્પિટલોના સંચાલકોએ માત્ર તિજાેરી ભરવા તરફ જ ધ્યાન આપ્યુ હતુ જેમને મનપાનાજ કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓને સહકાર મળ્યો હતો જેના કારણે કોર્પોરેશનની તિજાેરીમાંથી કરોડો રૂપિયા ચાંઉ થઈ ગયા છે
હોસ્પિટલ સંચાલકોએ રૂપિયા કમાવવાની લહાયમાં એમઓયુની શરતોનો પણ ભંગ કર્યો હતો તથા રિફર ન કરવામાં દર્દીઓ તેમજ અન્ય જિલ્લા અને રાજ્યના દર્દીઓને પણ સારવાર આપી હોવાનું દર્શાવી બિલો મંજુર કરાવ્યા છે.