Western Times News

Gujarati News

ચૂંટણી દરમિયાન આવકવેરા વિભાગે 1100 કરોડની રોકડ-ઝવેરાત જપ્ત જપ્ત કરી

(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ચૂંટણી માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શનિવારે પૂર્ણ થઈ ગયું છે. દરમિયાન સમાચાર પ્રાપ્ત થયા છે કે ૨૦૨૪ની આ ચૂંટણી દરમિયાન આવકવેરા વિભાગની તો ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. આ ચૂંટણી દરમિયાન વિભાગે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ઝવેરાત જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ આ આંકડો હજુ વધી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે.

સૂત્રોનું માનીએ તો વર્તમાન લોકસભા ચૂંટણી દરમિયાન આવકવેરા વિભાગે દેશભરમાં અલગ-અલગ જગ્યાએથી ૧૧૦૦ કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા છે. હજુ ઓપરેશન ચાલુ હોવાથી આ આંકડો હજુ વધી શકે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૯૦ કરોડ રૂપિયાની રોકડ અને ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા હતા. આ લોકસભા ચૂંટણીમાં ગેરકાયદે રોકડ અને ઘરેણાં જપ્ત કરવાના કેસમાં ૧૮૨ ટકાનો વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્તીના મોટાભાગના કેસ દિલ્હી અને કર્ણાટકમાંથી આવ્યા છે. દરેક રાજ્યમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. તે જ સમયે, તમિલનાડુ બીજા સ્થાને છે, જ્યાં ૧૫૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ઝવેરાત સામૂહિક રીતે જપ્ત કરવામાં આવી છે.

મતદાનની શરૂઆતથી જ કેન્દ્રીય એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. એજન્સીઓ રોકડ, દારૂ, ફ્રીબીઝ, ડ્રગ્સ, જ્વેલરી અને અન્ય વસ્તુઓના ગેરઉપયોગ પર નજર રાખી રહી છે. દરેક રાજ્યએ રોકડની ગેરકાયદે હેરફેરને રોકવા માટે ૨૪×૭ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. તે જ સમયે ૧૬ મેથી તમામ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો પર આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.