ઝઘડા દરમિયાન ગુસ્સે થયેલી પત્નીએ કાપી નાખી પતિની જીભ
હિસાર, પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થવી તે સામાન્ય છે. પરંતુ ઘણીવાર આ ઝઘડો અલગ જ સ્તર પર પહોંચી જતો હોય છે અને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.
હરિયાણાના હિસાર જિલ્લાના બરવાળાના ઢાણી ગારણ ગામમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સામાન્ય એવી વાતથી શરૂ થયેલા ઝઘડામાં પત્ની એટલી ગુસ્સે થઈ હતી કે પતિને માર માર્યો હતો અને તેની જીભ કાપી નાખી હતી. જેના કારણે ખૂબ લોહી વહેવા લાગ્યું હતું. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે ૧૫ ટાંકા લઈને જીભ જાેડી હતી.
હાલ તેની તબિયત સ્થિર છે અને આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. મળેલી માહિતી પ્રમાણે, હિસારમાં રહેતા કરમચંદના લગ્ન ૧૦ વર્ષ પહેલા થયા હતા, તેને બે બાળકો છે. કરમચંદ અને તેની પત્ની ઊંઘવા માટે ઉપરના રૂમમાં ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો.
તેની પત્ની એટલી ગુસ્સે થઈ હતી કે, પતિની જીભ કાપી નાખી હતી. આ પર તેણે બૂમાબૂમ શરૂ કરતાં પરિવારના સભ્યો દોડીને ઉપર ગયા હતા અને ત્યાં નીચે પડેલા કરમચંદની સ્થિતિ જાેઈને આઘાત પામ્યા હતા. તેના મોંમાંથી લોહી વહી રહ્યું હતું અને જીભ કરાઈ જતાં વધારે બોલી પણ નહોતો શકતો, આ સિવાય તેના માથામાં પર ઈજા થઈ હતી.
આ દરમિયાન તેની પત્નીએ સાસુ-સસરાને પણ ગાળો અને મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારજનો કરમચંદને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. કમરચંદની સારવાર હાલ ચાલી રહી છે અને તેની જીભનો ત્રીજાે ભાગ કપાઈ ગયો છે.
પહેલા સૌને લાગ્યું કે, પત્નીએ દાંતથી તેની જીભ કાપી હશે. પરંતુ ભાનમાં આવ્યા બાદ કરમચંદે પોતાના પિતાને લખીને જણાવ્યું હતું કે, તેની જીભ કોઈ તીક્ષ્ણ હથિયારથી કાપવામાં આવી હતી. ડોક્ટરે ૧૫ ટાંકા લીધા છે. જાે કે, તે હજી બોલવા માટે સમક્ષ નથી.
પોલીસે પીડિતની ફરિયાદ પર અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, પતિની ફરિયાદ પર આરોપી પત્ની વિરુદ્ધ મારપીટ, મારી નાખવાની ધમકી અને અપશબ્દો બોલવાનો કેસ નોંધ્યો છે.SS1MS