લાડલાના શૂટિંગ દરમિયાન શ્રીદેવી સહિત તમામ કરવા લાગ્યા ગાયત્રી મંત્ર
મુંબઈ, દિગ્ગજ બોલિવૂડ અભિનેત્રી અને લાખો દિલોની ધડકન રહી ચૂકેલી દિવ્યા ભારતીનું અવસાન આજે પણ તેના ફેન્સ માટે મોટા ઝટકા સમાન છે. દિવ્યા ભારતીએ ફિલ્મ ‘લાડલા’નું લગભગ ૯૦ ટકા શૂટિંગ કર્યું હતું, પરંતુ તેના અચાનક અવસાનથી બધાને આઘાત લાગ્યો હતો.
નિર્માતાઓએ શ્રીદેવી સાથે ફરીથી ફિલ્મનું શૂટિંગ કર્યુ હતુ.. દિવ્યા ભારતીના નિધનના લગભગ છ મહિના પછી શ્રીદેવી ઔરંગાબાદમાં એક સીનનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે અચાનક એક ઘટના બની. રવિના ટંડન સાથે સેટ પર હાજર દરેક લોકો ચોંકી ગયા અને ગાયત્રી મંત્રનો જાપ કરવા લાગ્યા. રવિના ટંડને એક ઈન્ટરવ્યુમાં આ સમગ્ર ઘટનાનો વિગતવાર ખુલાસો કર્યો હતો.
ફિલ્મ ‘લાડલા’ને રિલીઝ થયાને ૩૦ વર્ષ થઈ ગયા છે. આમાં શ્રીદેવી લીડ રોલમાં હતી પરંતુ તે આ ફિલ્મ માટે નિર્માતાઓની પહેલી પસંદ નહોતી. ફિલ્મ નિર્માતાએ તેનું ૯૦% શૂટિંગ દિવ્યા ભારતી સાથે કર્યું હતું, પરંતુ તેના અચાનક અવસાનથી બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત થઇ ગઇ.
લોકોએ ફિલ્મ બંધ કરવાની સલાહ આપી, પરંતુ એડિટિંગ ટેબલ પર બેઠેલા ડિરેક્ટર-પ્રોડ્યુસરને ખબર હતી કે, આ ફિલ્મ સુપરહિટ થશે. તેમણે શ્રીદેવીનો સંપર્ક કર્યો અને તેને આ ફિલ્મ કરવા કહ્યું. શ્રીદેવી અને દિવ્યા ભારતી વચ્ચે ઘણી સમાનતાઓ હતી.
બંને માત્ર દેખાવમાં સમાન ન હતા પરંતુ પ્રતિભામાં પણ એકબીજા સાથે ટક્કર હતી. Âસ્ક્રપ્ટ સાંભળ્યા બાદ શ્રીદેવી ફિલ્મ માટે હા પાડી દીધી. ફિલ્મના લેખક અનીસ બઝમીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દિવ્યાની ખોટ અને ફિલ્મ અધૂરી રહેવાથી નિર્માતા સહિત કલાકારો અને ક્રૂ દુખી હતા.
હું દિગ્દર્શક રાજ કંવલ અને નિર્માતા નીતિન મોહન સાથે બેઠો અને શ્રીદેવીની અભિનય ક્ષમતા મુજબ ઘણા સીન ફરીથી લખ્યા. ફિલ્મ ‘લાડલા’ના શૂટિંગ દરમિયાન સેટ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. દિવ્યા ભારતી જે સીનનો ડાયલોગ બોલતી વખતે મૂંઝવણમાં મૂકાઇ હતી, શ્રીદેવી પણ તે જ ડાયલોગમાં ડઘાઈ ગઈ હતી. આ ઘટનાથી રવિના ટંડન સહિત તમામ લોકો પણ ચોંકી ગયા હતા.
ત્યારપછી લાડલાની ટીમના મેમ્બરો શાંતિ માટે મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું અને નારિયેળ વધેરીને સેટને શુદ્ધ કર્યો. રવિના ટંડને મુંબઈ મિરર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘પહેલા શાટ દરમિયાન દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયા હતા, કારણ કે દિવ્યા ભારતીના આકસ્મિક નિધન બાદ તેની જગ્યાએ શ્રીદેવી આવી ગઈ હતી.
એ સીનને યાદ કરતાં રવિના ટંડન કહે છે, ‘દિવ્યા, શક્તિ કપૂર અને મેં ઔરંગાબાદમાં એક સીન શૂટ કર્યો હતો, જેમાં તે અમને નોકરીમાંથી કાઢી મૂકે છે. આ સીન શૂટ કરતી વખતે દિવ્યા વારંવાર ડાયલોગની લાઇનમાં અટવાઇ રહી હતી અને તેને ઘણી વખત રીટેક આપવો પડ્યો હતો.
રવીના આગળ કહે છે, ‘લગભગ છ મહિના પછી અમે તે જ ઓફિસમાં શ્રીદેવી સાથે એ જ સીન શૂટ કરી રહ્યા હતા. તે સમગ્ર ઘટના એકદમ ચોંકવનારી હતી. કારણ કે શ્રીદેવી પણ વારંવાર એ જ લાઈનમાં અટકી રહી હતી.
રવીનાએ આખરે ખુલાસો કર્યો કે, શક્તિ કપૂરના કહેવા પર બધાએ ગાયત્રી મંત્રનો જાપ શરૂ કર્યો અને સેટ પર નારિયેળ તોડીને તેને શુદ્ધ કર્યું. તમને જણાવી દઈએ કે, દિવ્યા ભારતી ૫ એપ્રિલ, ૧૯૯૩ના રોજ પોતાના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડી ગઈ હતી અને તેનું અવસાન થયું હતું.SS1MS