Western Times News

Gujarati News

સર્જરી દરમ્યાન મળી આવી રપ૦ ખીલીઓ, ૩પ સિકકા અને પથ્થર

During the surgery- 250 nails- 35 coins and a stone were found

(એજન્સી)કોલકત્તા, કોલકત્તા અવારનવાર આપણે સમાચારમાં જાેઈએ છે કે સર્જરી દરમ્યાન લોકોના પેટમાંથી અનેક વસ્તુઓ મળી આવે છે. During the surgery- 250 nails- 35 coins and a stone were found

ઘણી વખત કાચ તો ઘણી વખત ઘડીયાળ… પશ્ચિમ બંગાળના બર્ધમાન જીલ્લામાં એક આવો જ વિચીત્ર પર સર્જરી કરતી વખતે ડોકટરો પણ દંગ રહી ગયા દર્દીના પેટમાંથી રપ૦ ખીલીઓ ૩પ સિકકા અને પથ્થરની ચીપ્સ મળી આવી છે. એક માનસીક વિકલાંગ વ્યકિત છેલ્લ ૧પ વર્ષથી આ ખીલી ખાઈ રહયો હતો.

બર્ધમાન મેડીકલ કોલેજઅને હોસ્પિટલના ડોકટરો એઅ તેમને સર્જરી કરીને દૂર કર્યા હતા.ા હવે તે વ્યકિતનું નામ શેખ મોઈનુદીન છે. તે મંગલકોટ વિસ્તારનો રહેવાસી છે. ગયા શનીવારથી તેણે ખાવાનું બંધ કરી દીધું હતું. પેટમાં અસહ્ય દુખાવાને કારણે તેમને પહેલા બર્ધમાનની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પેટમાં થતા દુખાવાનું કારણ જાણતા ડોકટર્સ દ્વારા એકસ-રે કરવામા આવ્યો હતો. એકસ રેમાં આ સમગ્ર કેસ સામે આવ્યો હતો. પરીવાર સહીત ડોકટરો આ જાેઈને ચોકી ગયા હતા. સ્અને સર્જરી કરવા જણાવ્યું હતું. આ સર્જરી કરવામાં લાખો રૂપિયાની વધુનો ખર્ચ થશે તેવું ખાનગી હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ પરીવારે મોઈનુદીનને બર્ધમાન મેડીકલ કોલેજ હોસ્પીટલમાં દાખલ કર્યો હતો. ત્યાં હોસ્પિટલમાં સત્તાવાળાઓએ તેની સર્જરી માટે એક એલ અલગ મેડીકલ ટીમ બનાવી હતી. આ પછી ડોકટરોએ તેના પેટમાંથી રપ૦ ખીલી, ૩પ સિકકા અને ઘણી પથરી કાઢી નાખી હતી.ડોકટરો પણ આ જાેઈને દંગ રહી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.