એસ.જી. હાઈવે ડસ્ટફ્રી બનાવવું આવકારદાયક કામ છત્તા કપરૂં
પકવાનથી ઈસ્કોન સુધીનો માર્ગ પ્રથમ ફેઝમાં ડસ્ટ ફી કરાશે તેના માટે પાયલોટ પ્રોજેકટ હાથ ધરાશે.
ડસ્ટફ્રી રોડ બનશે કઈ રીતે ? આજુબાજુના કાચા રસ્તાની ધૂળ, ધૂળની ડમરીઓ અને ટાયરોમાં કાદવ કીચડને કઈ રીતે અટકાવાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, આગામી દિવસોમાં એસ.જી.હાઈવે ને ડસ્ટ ફી (ધૂળ મુક્ત) કરવામાં આવશે તેની જાહેરાત રાજય સરકાર દ્વારા કરાઈ હતી. ધૂળિયા એસ.જી.હાઈવેને ધુળ મુક્ત કરવા નવી ટેકનોલોજી અપનાવાશે તેનાથી જ એસ.જી.હાઈવે ધૂળમુક્ત થશે. સરખજથી ગાંધીનગર સુધીનો અંદાજે ૪૦ કી.મી.રોડ ડસ્ટ ફી થશે તે વાત તો સોનામાં સુગંધ ભરવા સમાન છે જો આમ થશે તો રાજયનો પ્રથમ રોડ હશે જેને ધૂળમાંથી મુક્તિ મળશે.
રસ્તા પરની ધૂળને કારણે વાતાવરણમાં પ્રદુષણની માત્રા વધે છે શ્વાસ જેવા રોગો માટે તો ધૂળ ખૂબ જ નુકસાનકારક છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ ધૂળને નિયંત્રિત કઈ રીતે કરી શકાશે કારણ કે, મુખ્ય રોડની આસપાસ સર્વિસ રોડની આસપાસ ઘણા કાચા રસ્તાઓ હશે ત્યાંથી ઉડીને ધૂળ માર્ગ પર આવશે આ સિવાય જે વાહનો પસાર થતા હશે તેની ધૂળના રજકણો બાધારૂપતો નહી બને ને ? રસ્તાઓને ડસ્ટ ફી બનાવવા આવશ્યક છે પરંતુ અમુક પ્રશ્નો પ્રેકટીકલી અસર કરશે.
જેમ કે આગળની બાજુથી ધૂળની ડમરી આવશે તો શું ? કુદરતી પ્રક્રિયાને કઈ રીતે રોકી શકીશું ? પકવાનથી ઈસ્કોન સુધીનો માર્ગ પ્રથમ ફેઝમાં ડસ્ટ ફી કરાશે તેના માટે પાયલોટ પ્રોજેકટ હાથ ધરાશે.
ડસ્ટ ફી રોડ કરવા ખૂબ જ ચેલેન્જીગ કામ છે વિદેશમાં રસ્તાઓ ડસ્ટ ફી હોય છે. રસ્તાઓ જાણે કે ચકમક ચમકતા હોય તેવુ આપણને લાગે. હવે ભારતમાં તે પણ અમદાવાદમાં આગામી દિવસોમાં ફોરેન જેવા રસ્તાઓ જોવા મળશે અલબત્ત એક અહેવાલ મુજબ અમદાવાદની માફક દિલ્હીમાં ડસ્ટ ફી દિલ્હી અભિયાન શરૂ કરાયુ છે. રસ્તાઓ અને કન્સ્ટ્રકશન સાઈડ પરથી ધૂળ હટાવવા અભિયાન હાથ ધરાયું છે.
અમદાવાદ- દિલ્હી ડસ્ટ ફી થાય તો તે પછી તબક્કાવાર બીજા એરિયાને આવરી લેવાશે. અમદાવાદના એસ.જી.હાઈવેનો નકકી કરેલો માર્ગ ડસ્ટ ફી થઈ ડસ્ટ ફી થઈ જશે પરંતુ તેને મેઈન્ટેઈન રાખવાની કામગીરી મુશ્કેલ છે કારણ કે આપણા વાહનોના ટાયરો ચોખ્ખા રાખવા પડશે.
કાદવ કે ધૂળવાળા ટાયરો સાથે ફરતા અનેક વાહન ચાલકોએ આ બાબતે ધ્યાન રાખવુ પડશે વિદેશના રસ્તાઓ ચોખ્ખા અને મજબૂત કવોલીટી વર્ક ધરાવતા હોય છે આપણે ત્યાં પણ આ પ્રકારે રોડ ડસ્ટ ફી અને મજબુત બને તે જરૂરી છે ફોરેનના માર્ગોની માફક ભારતમાં પણ રસ્તાઓ સુંદર બને તે આવશ્યક છે.